IPL-2027: 3 વર્ષ બાદ ભારતમાં IPL-2027 ઓક્શનનું આયોજન; જાણો સ્થળ, તારીખ અને અન્ય વિગતો

IPL 2027 માટેનું ઓક્શન ભારતના ગોવા ખાતે ડિસેમ્બર મહિનામાં યોજાય તેવી માહિતી ચેરમેન અરુણ ધૂમલે આપી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Thu, 24 Sep 2026 12:20 PM (IST)Updated: Thu, 24 Sep 2026 12:20 PM (IST)
ipl-2027-auction-in-goa-in-december-chairman-arun-dhumal-announces-venue-date
IPL Trophy

IPL 2027 Auction: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે ઓક્શન ડિસેમ્બર મહિનામાં ગોવા ખાતે યોજાશે. IPL ચેરમેન અરુણ ધૂમલે દ્વારા સમાચાર એજન્સી PTI ને માહિતી આપતા જણાવ્યું કે, 3 વર્ષ પછી ભારતમાં ઓક્શન થશે, જેની સંભવિત તારીખ 15-16 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. આ વખતે આ એક દિવસીય Mini Auction હશે.

3 વર્ષ બાદ ભારતમાં ફરી થશે IPL હરાજી

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2027 માટે ઓક્શન આ વર્ષે ડિસેમ્બર મહિનામાં ગોવા ખાતે યોજાઈ શકે છે. IPL ચેરમેન અરુણ ધૂમલે સમાચાર એજન્સી PTI સાથે વાતચીત કરતી વખતે આ માહિતી આપી હતી. આ સાથે જ છેલ્લા ત્રણ વર્ષ બાદ IPL ઓક્શનનું ભારતની ધરતી પર પુનરાગમન થઈ રહ્યું છે.

નોંધનીય છે કે, આ અગાઉની પાછલી ત્રણ IPL સિઝન માટે ઓક્શન વિદેશમાં દુબઈ, જેદ્દાહ અને અબુ ધાબી ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું. અરુણ ધૂમલે જણાવ્યું હતું કે, હરાજી માટે ગોવાનું નામ ફાઈનલ કરી દેવામાં આવ્યું છે અને 15 અને 16 ડિસેમ્બર સંભવિત તારીખ હોઈ શકે છે.

ગોવામાં હશે એક જ દિવસની મિની હરાજી

ચેરમેન અરુણ ધૂમલે અગાઉ પણ IPL ઓક્શન ભારતમાં ફરીથી આયોજિત કરવાના પ્રયાસો ચાલુ હોવાનું જણાવ્યું હતું, જે હવે સફળ થતા દેખાઈ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ વખતે હરાજી માત્ર એક જ દિવસની રહેશે. કારણ કે, આ એક Mini Auction છે.

અરુણ ધૂમલે અગાઉ જણાવ્યું હતું કે, દર વર્ષે તેઓ ઈચ્છતા હતા કે આ હરાજી ભારતમાં જ થાય, પરંતુ લગ્નની સીઝન હોવાના કારણે યોગ્ય સ્થળ મળી શકતું નહોતું. પરંતુ આ વખતે મીની હરાજી હોવાથી ભારતમાં જ સ્થળ મળી જવાની આશા હતી, જે ગોવા ખાતે પૂર્ણ થઈ છે.

તમામ 10 ફ્રેન્ચાઈઝીની તૈયારીઓ ઝડપી થશે

હરાજીનો મહિનો ફાઈનલ થઈ જતાં જ હવે તમામ 10 ફ્રેન્ચાઈઝી પોતાની તૈયારીઓને વધુ તેજ કરી દેશે. હાલમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી હરાજીની તૈયારીમાં લાગેલી હશે અને પોતાની ટીમને ધ્યાનમાં રાખીને રણનીતિ બનાવી રહી હશે. આ દરમિયાન ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ તાજેતરમાં જ નવા કોચની જાહેરાત કરી છે.