IPL 2026 Start Date: T20 વર્લ્ડ કપ પૂર્ણ, હવે ક્યારે મેદાનમાં ઉતરશે ભારતીય ખેલાડીઓ? અહીં મેળવો સંપૂર્ણ જાણકારી

IPL 2026 Schedule: ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમાયેલા ICC T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત વિશ્વ વિજેતા બનીને ઇતિહાસ રચ્યો છે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 09 Mar 2026 04:04 PM (IST)Updated: Mon, 09 Mar 2026 04:04 PM (IST)
ipl-2026-start-date-schedule-first-match-when-will-the-tournament-begin-after-t20-world-cup-2026

IPL 2026 Schedule: ભારતીય ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમાયેલા ICC T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને સતત બીજી વખત વિશ્વ વિજેતા બનીને ઇતિહાસ રચ્યો છે. આ ભવ્ય વિજયની ઉજવણી બાદ હવે ભારતીય ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝી સાથે જોડાઈને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની તૈયારીઓમાં વ્યસ્ત થઈ જશે. ક્રિકેટના આ સૌથી મોટા મનોરંજન પર્વની 19મી સીઝન 28 માર્ચથી શરૂ થવા જઈ રહી છે.

ચૂંટણીને કારણે બે તબક્કામાં જાહેર થશે શેડ્યૂલ

BCCI ના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને IPL 2026 નું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવામાં આવશે. આજે પ્રથમ 15 દિવસનું શેડ્યૂલ જાહેર થવાની શક્યતા છે, જ્યારે બાકીની મેચોની વિગતો મતદાનની તારીખો નક્કી થયા બાદ જાહેર કરાશે.

IPL 2026: મહત્વની સંભવિત તારીખો અને વિગતો

ઇવેન્ટ તારીખ / વિગત સ્થળ (સંભવિત)
ઓપનિંગ મેચ 28 માર્ચ, 2026 એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ
લીગ સ્ટેજ 28 માર્ચ થી 24 મે, 2026 વિવિધ (10 શહેરો)
પ્લેઓફનો પ્રારંભ 26 મે, 2026 બેંગલુરુ અને અન્ય શહેરો
ફાઈનલ 31 મે, 2026 એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગલુરુ

વધુ મેચો અને નવું ફોર્મેટ

IPL ની આ સીઝન અત્યાર સુધીની સૌથી મોટી સીઝન સાબિત થશે. આ વર્ષે કુલ 84 મેચો રમાશે, જે ગત સીઝનની 74 મેચો કરતા વધુ છે. તમામ 10 ફ્રેન્ચાઈઝીઓ ડબલ રાઉન્ડ-રોબિન અને પ્લેઓફ ફોર્મેટમાં એકબીજા સામે ટકરાશે.

ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB અને પંજાબ કિંગ્સ વચ્ચે જંગ

પરંપરા મુજબ, સીઝનની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હોમ ગ્રાઉન્ડ પર રમાશે. ઓપનિંગ મેચમાં RCB નો સામનો ગત વર્ષની રનર્સ-અપ ટીમ પંજાબ કિંગ્સ સામે થવાની અપેક્ષા છે. બેંગલુરુનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ઓપનિંગ મેચની સાથે-સાથે ક્વોલિફાયર 1 અને ગ્રાન્ડ ફાઇનલનું પણ આયોજન કરશે. જ્યારે એલિમિનેટર અને ક્વોલિફાયર 2 જેવી મેચો માટે અમદાવાદ અથવા રાયપુરના નામો ચર્ચામાં છે.