SRH vs CSK Match Preview: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 માં આ શનિવારે એક રોમાંચક મુકાબલો જોવા મળશે, જેમાં આત્મવિશ્વાસથી લબરેજ સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની ટીમ પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના પડકારનો સામનો કરશે. અત્યાર સુધી માત્ર પોતાની વિસ્ફોટક બેટિંગ પર નિર્ભર રહેતી હૈદરાબાદની ટીમ હવે તેના યુવા ફાસ્ટ બોલરોના શાનદાર ફોર્મને કારણે વધુ સંતુલિત અને ઘાતક દેખાઈ રહી છે.
હૈદરાબાદના યુવા બોલરોનો 'રાજસ્થાન ચમત્કાર' જેવો પ્રભાવ
સનરાઇઝર્સ હૈદરાબાદે અનુભવી બોલરો હર્ષલ પટેલ અને જયદેવ ઉનડકટના સ્થાને પ્રફુલ્લ હિંગે અને સાકિબ હુસૈન જેવા યુવા પેસર્સને તક આપીને મોટો દાવ ખેલ્યો હતો, જે સફળ સાબિત થયો છે. આ યુવા જોડીએ પોતાની ગતિ અને પ્રદર્શનથી હૈદરાબાદના બોલિંગ આક્રમણમાં નવો પ્રાણ ફૂંક્યો છે. અગાઉ ટીમ માત્ર અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન અને હેનરિક ક્લાસેન જેવા બેટ્સમેનો પર નિર્ભર હતી, પરંતુ હવે બોલિંગ વિભાગ પણ તેટલો જ મજબૂત બન્યો છે.
ગાયકવાડનું નબળું ફોર્મ CSK માટે ચિંતાનો વિષય
બીજી તરફ, ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન રુતુરાજ ગાયકવાડ માટે આ સીઝન અત્યાર સુધી નિરાશાજનક રહી છે. 5 મેચમાં તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 28 રન રહ્યો છે. હૈદરાબાદના હિંગે અને હુસૈન ગાયકવાડ પર વધુ દબાણ લાવવાનો પ્રયાસ કરશે. અહેવાલો મુજબ, ગાયકવાડના ફોર્મને જોતા CSK તેને મધ્યમ ક્રમમાં મોકલી શકે છે અને યુવા પ્રતિભા આયુષ મ્હાત્રેને ઓપનિંગમાં પ્રમોટ કરી શકે છે. આયુષે છેલ્લી 4 ઇનિંગ્સમાં 2 અડધી સદી ફટકારીને સૌનું ધ્યાન ખેંચ્યું છે.
સેમસનની વાપસીથી ચેન્નાઈને મોટી રાહત
CSK માટે સૌથી આશાસ્પદ પાસું સંજુ સેમસનનું ફોર્મ છે. સેમસને દિલ્હી કેપિટલ્સ સામે અણનમ સદી અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 48 રનની મહત્વની ઈનિંગ રમીને પોતાની લય પ્રાપ્ત કરી લીધી છે. તેના આ ફોર્મથી ચેન્નાઈની બેટિંગ લાઇનઅપને મોટી મજબૂતી મળી છે.
Sunrisers Hyderabad IPL 2026 Squad । SRH 2026 ની સંપૂર્ણ ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ઇશાન કિશન, અંકિત વર્મા, આર શરણ, હેનરિક ક્લાસેન, ટ્રેવિસ હેડ, હર્ષલ પટેલ, કામિન્દુ મેન્ડિસ, હર્ષ દુબે, બ્રાયન કાર્સે, અભિષેક શર્મા, નીતીશ કુમાર રેડ્ડી, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, ઈશાન મલિંગા, શિવાંગ કુમાર, સલિલ અરોરા, સાકિબ હુસૈન, ઓમકાર તરમાલે, અમિત કુમાર, પ્રફુલ હિન્જે, ક્રેન્સ ફુલેત્રા, લિયામ લિવિંગસ્ટોન, શિવમ માવી, જેક એડવર્ડ્સ.
Chennai Super Kings IPL 2026 Squad । CSK 2026 ની સંપૂર્ણ ટીમ
રુતુરાજ ગાયકવાડ (કેપ્ટન), એમએસ ધોની, સંજુ સેમસન, શિવમ દુબે, ડેવોલ્ડ બ્રેવિસ, આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, જેમી ઓવરટોન, રામકૃષ્ણ ઘોષ, નૂર અહમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ, ગુર્જપનીત સિંહ, નાથન એલિસ, શ્રેયસ ગોપાલ, મુકેશ ચૌધરી, પ્રશાંત વીર, કાર્તિક શર્મા, રાહુલ ચહર, મેટ હેનરી, અકીલ હોસીન, મેથ્યુ શોર્ટ, જેક ફોક્સ, સરફરાઝ ખાન અને અમન ખાન.ે
