IPL 2026 RCB vs SRH: આજે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાવાની છે. IPLની ઑપનિંગ મેચ બેંગ્લુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવાની છે, ત્યારે સિઝનની પહેલી મેચમાં RCBના ખેલાડીઓ પોતાના હાથ પર કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરવાના છે.
RCBના ખેલાડીઓ બ્લેક આર્મ બેન્ડ પહેરીને ક્રિકેટર રમશે
હકીકતમાં ગત વર્ષે જ્યારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમ IPLનો ખિતાબ જીતી ત્યાર બાદ બેંગ્લુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં વિજેતા ટીમ માટે એક ઈવેન્ટ રાખવામાં આવી હતી. જો કે મોટી સંખ્યામાં RCBના ફેન્સ ઉમટી પડતાં સ્ટેડિયમની બહાર નાસભાગ મચી હતી, જેમાં 11 RCBના ફેન્સ મોતને ભેટ્યા હતા. પોતાના આ ફેન્સને ટ્રીબ્યૂટ આપવા માટે RCBના ખેલાડીઓ આજની મેચમાં બ્લેક આર્મ બેન્ડ સાથે રમવા આવશે.
આ વાતની પુષ્ટિ ખુદ ફ્રેન્ચાઈઝીએ જ કરી છે. જેમાં RCBએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, RCB ફેમિલીએ 11 ફેન્સને ટ્રીબ્યૂટ આપશે, જેમણે ગત 4 જૂનના રોજ ઘટેલી દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં પોતાના જીવ ગુમાવ્યા હતા. તેમના સન્માનમાં ખેલાડીઓ વોર્મ અપ દરમિયાન પણ 11 નંબરની પ્રેક્ટીસ જર્સી પહેરશે અને મેચ દરમિયાન હાથ પર કાળી પટ્ટી બાંધશે.
આટલું જ નહીં, ફેન્સની સ્મૃતિના કાયમી પ્રતિક તરીકે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમની અગિયાર બેઠકો ખાલી રહેશે, જે-તે ફેન્સ માટે કાયમી શ્રદ્ધાંજલિ (ટ્રિબ્યુટ) હશે, જેમનો અતૂટ સાથ હંમેશા RCB પરિવારનો ભાગ રહેશે.
ઓપનિંગ મેચ માટે RCBની ટીમ IPL 2026 RCB vs SRH
વિરાટ કોહલી, રજત પાટીદાર (કેપ્ટન), ફિલિપ સોલ્ટ, દેવદત્ત પડિક્કલ, ટિમ ડેવિડ, જિતેશ શર્મા (વિકેટકીપર), વેંકટેશ અય્યર, જોશ હેઝલવુડ, રસીખ સલામ ડાર, અભિનંદન સિંહ, જેકબ બેથેલ, જોર્ડન કોક્સ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ, સાત્વિક દેસવાલ, મંગેશ યાદવ, વિહાન મલ્હોત્રા, વિક્કી ઓસ્તવાલ, કૃણાલ પંડ્યા, રોમારિયો શેફર્ડ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જેકબ ડફી.
