IPL 2026 RCB Retain and Released Player List: ચેમ્પિયન બનવા છતાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ફ્રેન્ચાઈઝીએ 8 ખેલાડીઓને રિલીઝ કર્યા

રજત પાટીદારની કેપ્ટનશિપ હેઠળ પ્રથમવાર ઈન્ડિયન પ્રીમિયર લીગની ચેમ્પિયન બનનાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમમાં વધારે ફેરફાર કરવાની જરૂર નહતી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 15 Nov 2025 08:52 PM (IST)Updated: Sat 15 Nov 2025 08:52 PM (IST)
ipl-2026-rcb-retain-and-released-player-list-royal-challengers-bangalore-ownership-change-638809
HIGHLIGHTS
  • ગત સિઝનમાં RCBની ટીમ ચેમ્પિયન બની હતી
  • આ સિઝનમાં ફ્રેન્ચાઈઝીના માલિક બદલાઈ શકે

IPL 2026 RCB Retain and Released Player List: 18 વર્ષમાં પહેલીવાર IPL ચેમ્પિયન બની ગયેલી રૉયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026 Mini Auction)ની હરાજી પહેલા પોતાના અડધો ડઝન જેટલા ખેલાડીઓને ટીમમાંથી બહાર કરી દીધા છે. આગામી 16 ડિસેમ્બરના રોજ અબુ ધાબીમાં થનાર ઑક્સન પૂર્વે 15 નવેમ્બર સાંજે 5 વાગ્યાની ડેડલાઈન સુધી RCB ફ્રેન્ચાઈઝીએ પોતાના રિટેન અને રિલિઝ પ્લેયરનું લિસ્ટ ફાઈનલ કરી દીધુ છે.

ગત સિઝનની ચેમ્પિયન RCB આ વર્ષે પણ વિજેતાનો ટેગ જાળવી રાખવાનો પ્રયાસ કરશે. જો કે આ કામ થોડું અઘરુ એટલા માટે છે, કારણ કે ટીમના માલિક બદલાવા જઈ રહ્યા છે. બીજુ RCBની મેચ બેંગ્લુરુની જગ્યાએ પૂણેમાં રમાવાની છે.

ક્યા ખેલાડી રિટેન કર્યાં: વિરાટ કોહલી, રજત પાટીદાર, જિતેશ શર્મા જેવા ખેલાડીઓને રિટેન કર્યાં છે. જો કે ટીમે પોતાના સ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગ્સ્ટન અને લુંગી એન્ગિંડીને પણ રિલીઝ કરી દીધો છે. આ સિવાય અન્ય ખેલાડીઓ જોઈએ તો, ફ્રેન્ચાઈઝીએ મયંક અગ્રવાલ, સ્વસ્તિક ચિંકારા, ટીમ સેઈફર્ટ, મનોજ ભાંદગે, બ્લેસિંગ મુજરબાની અને મોહિત રાઠીને પણ રિલીઝ કર્યા છે.

રિલીઝ બાદ ખેલાડીઓની યાદીઃ રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, દેવદત્ત પડ્ડિકલ, ફિલ સૉલ્ટ, જિતેશ શર્મા, કૃણાલ પંડ્યા, સ્વપ્નિલ સિંહ, ટિમ ડેવિડ, રોમારિયા શેફર્ડ, જેકબ બેથલ, જોશ હેઝલવુડ, યશ દયાલ, ભુવનેશ્વરકુમાર, નુવાન તુષારા, રાશિખ સલામ, અભિનંદન સિંહ, સુયસ શર્મા