IPL 2026 Purple Cap Top Contenders Updated 19 April 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 ની 27મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલા રોમાંચક મુકાબલા બાદ પર્પલ કેપના દાવેદારોમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. સનરાઇઝર્સ હૈદરાબાદે આ મેચ 10 રનથી જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથું સ્થાન મેળવ્યું છે, પરંતુ આ હાર છતાં ચેન્નાઈના યુવા બોલર અંશુલ કંબોજે પોતાની શાનદાર બોલિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે.
IPL 2026 Purple Cap: અંશુલ કંબોજે છીનવી પર્પલ કેપ
ચેન્નાઈ સુપર કિંગ્સના ઉભરતા ઝડપી બોલર અંશુલ કંબોજે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં અસાધારણ પ્રદર્શન કર્યું હતું. અંશુલે માત્ર 3 ઓવરમાં 22 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી. આ પ્રદર્શનના જોરે તેણે પ્રસિદ્ધ કૃષ્ણાને પાછળ છોડીને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર તરીકે પર્પલ કેપ પોતાના નામે કરી લીધી છે.
IPL 2026 Purple Cap: પર્પલ કેપ લીડરબોર્ડમાં રસાકસી
અંશુલ કંબોજ હવે 6 મેચમાં કુલ 13 વિકેટ સાથે યાદીમાં મોખરે છે. પ્રસિદ્ધ કૃષ્ણા, જે અત્યાર સુધી ટોચ પર હતો, તે 5 મેચમાં 11 વિકેટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે. અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર પણ 6 મેચમાં 10 વિકેટ લઈને રેસમાં મજબૂત રીતે આગળ વધી રહ્યો છે.
IPL 2026 Purple Cap: સૌથી વધુ વિકેટ ઝડપનાર ટોપ-10 બોલર્સ
| ખેલાડી | મેચ | વિકેટ | એવરેજ |
|---|---|---|---|
| અંશુલ કમ્બોજ | 6 | 13 | 16.23 |
| પ્રસિદ્ધ કૃષ્ણા | 5 | 11 | 16.73 |
| ભુવનેશ્વર કુમાર | 6 | 10 | 20.00 |
| પ્રિન્સ યાદવ | 5 | 9 | 18.22 |
| રવિ બિશ્નોઈ | 5 | 9 | 16.56 |
| કૃણાલ પંડ્યા | 6 | 8 | 22.50 |
| જેમી ઓવર્ટન | 5 | 8 | 17.88 |
| ઈશાન માલિંગા | 6 | 8 | 23.13 |
| લુંગી એન્ગિડી | 5 | 7 | 23.57 |
| જોફ્રા આર્ચર | 5 | 7 | 20.57 |
