PBKS vs LSG Match Preview: પંજાબ કિંગ્સના વિસ્ફોટક ઓપનર્સ સામે લખનૌના બોલરોની કસોટી; શું પંત ફોર્મમાં પરત ફરશે?

PBKS vs LSG Match Preview: IPL 2026 માં રવિવારના રોજ અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલી પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો સંઘર્ષ કરી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Sun, 19 Apr 2026 10:14 AM (IST)Updated: Sun, 19 Apr 2026 10:14 AM (IST)
ipl-2026-pbks-vs-lsg-29th-match-preview-and-analysis-punjab-kings-vs-lucknow-super-giants-shreyas-iyer-rishabh-pant

PBKS vs LSG Match Preview: આઈપીએલ 2026 માં રવિવારના રોજ મુલ્લાનપુરના નવા ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે એક હાઈ-વોલ્ટેજ મુકાબલો રમાવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ટુર્નામેન્ટમાં અજેય રહેલી પંજાબ કિંગ્સ (PBKS) નો સામનો સંઘર્ષ કરી રહેલી લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સામે થશે. બંને ટીમો માટે સીઝનની આ 6ઠ્ઠી મેચ છે, જેમાં પંજાબ પોતાની જીતનો સિલસિલો જાળવી રાખવા માંગે છે, જ્યારે લખનૌ સતત બે હાર બાદ વિજયી લયમાં પાછા ફરવા આતુર છે.

PBKS vs LSG: બેટિંગમાં પંજાબનો દબદબો

આ સિઝનમાં પંજાબ કિંગ્સનો ટોપ ઓર્ડર અત્યંત ખતરનાક ફોર્મમાં દેખાઈ રહ્યો છે. આંકડાઓ પર નજર કરીએ તો, પંજાબની ઓપનિંગ જોડી પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંઘે મળીને કુલ 22 છગ્ગા (બંનેના 11-11) ફટકાર્યા છે. તેની સરખામણીએ લખનૌના ટોચના 5 બેટ્સમેનો - મિશેલ માર્શ (7), એડન માર્કરામ (6), ઋષભ પંત (1), નિકોલસ પૂરન (3) અને આયુષ બદોની (3) - સંયુક્ત રીતે માત્ર 20 છગ્ગા જ ફટકારી શક્યા છે. આ આંકડો પંજાબની આક્રમક બેટિંગ લાઇનઅપની સાક્ષી પૂરે છે.

PBKS vs LSG: ઐયરનું સાતત્ય vs પંતનો સંઘર્ષ

બંને ટીમોના કેપ્ટનોના વ્યક્તિગત પ્રદર્શનમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. પંજાબના કેપ્ટન શ્રેયસ ઐયરે 5 મેચમાં 67.66 ની શાનદાર સરેરાશ સાથે 203 રન બનાવ્યા છે, જેમાં છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં 66, 69* અને 50 રનનો સમાવેશ થાય છે.

બીજી તરફ, લખનૌના કેપ્ટન અને સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનું બેટ અત્યાર સુધી શાંત રહ્યું છે. પંતે 5 મેચમાં 26 ની સરેરાશથી માત્ર 104 રન બનાવ્યા છે અને આખી સીઝનમાં અત્યાર સુધી તે માત્ર 1 જ સિક્સર ફટકારી શક્યો છે. લખનૌ માટે પંતનું ફોર્મમાં પરત ફરવું અત્યંત અનિવાર્ય છે.

PBKS vs LSG: બોલિંગમાં લખનૌ મજબૂત

બેટિંગમાં ભલે પંજાબ આગળ હોય, પરંતુ બોલિંગ વિભાગમાં લખનૌનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે. મોહમ્મદ શમી અને પ્રિન્સ યાદવ શાનદાર લયમાં છે. પંજાબ માટે ચિંતાનો વિષય એ છે કે તેમના સ્ટાર બોલરો યુઝવેન્દ્ર ચહલ અને માર્કો જાનસેન હજુ સુધી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. જોકે, અર્શદીપ સિંઘે પાછલી મેચમાં 3 વિકેટ લઈને ફોર્મમાં વાપસીના સંકેત આપ્યા છે.

Punjab Kings IPL 2026 Squad । PBKS 2026 ની સંપૂર્ણ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અર્શદીપ સિંહ, અઝમતુલ્લા ઓમરઝાઈ, હરનૂર સિંહ પન્નુ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, માર્કો જેન્સન, માર્કસ સ્ટોઈનિસ, મિચ ઓવેન, મુશીર ખાન, નેહલ વાઢેરા, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, પાયલા અવિનાશ, શશાંક સિંહ, સૂર્યાંશ હેગડે, વિષ્ણુ વિનોદ, વૈશાક વિજયકુમાર, ઝેવિયર બાર્ટલેટ, યશ ઠાકુર, યુઝવેન્દ્ર ચહલ, કૂપર કોનોલી, બેન દ્વારશુઈસ, પ્રવીણ દુબે અને વિશાલ નિષાદ.

Lucknow Super Giants IPL 2026 Squad । LSG 2026 ની સંપૂર્ણ ટીમ

ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, એડન માર્કરામ, મેથ્યુ બ્રેટ્ઝકે, હિમ્મત સિંહ, નિકોલસ પૂરન, મિશેલ માર્શ, શાહબાઝ અહેમદ, અર્શિન કુલકર્ણી, મયંક યાદવ, અવેશ ખાન, મોહસીન ખાન, મણિમારન ​ સિદ્ધાર્થ, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, આકાશ સિંહ, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, વાનિન્દુ હસરાંગા, એનરિચ નોર્ટજે, મુકુલ ચૌધરી, નમન તિવારી, અક્ષત રઘુવંશી અને જોશ ઈંગ્લિસ.