IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)ના કેપ્ટન પેટ કમિન્સનું શાનદાર ફોર્મ સતત જોવા મળી રહ્યું છે. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) સામે રમાયેલી રોમાંચક મેચમાં કમિન્સે પોતાની ઘાતક બોલિંગના જોરે માત્ર મેચનો પાસો જ ન પલટ્યો, પરંતુ બે મોટા ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધા છે. કમિન્સે આ મેચમાં શાનદાર સ્પેલ ફેંકીને ટી20 ક્રિકેટમાં એક મોટો આંકડો પાર કર્યો છે.
CSK સામે કમિન્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન
ચેન્નઈ સુપર કિંગ્સ સામે રમાયેલી આ મેચમાં પેટ કમિન્સે પોતાની કેપ્ટનશીપની સાથે-સાથે બોલિંગમાં પણ નેતૃત્વ પૂરું પાડ્યું હતું. તેણે પોતાના ક્વોટાની 4 ઓવરમાં માત્ર 28 રન આપીને 3 મહત્વની વિકેટો ઝડપી હતી. આ વર્તમાન આઈપીએલ સીઝનમાં કમિન્સનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેણે સીએસકેના મજબૂત બેટ્સમેનો સંજુ સેમસન, કાર્તિક શર્મા અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને પેવેલિયન ભેગા કરીને હૈદરાબાદને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું.
T20 ક્રિકેટમાં 200 વિકેટનો આંકડો કર્યો પાર
મેચ દરમિયાન કમિન્સે જેવો ચેન્નઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો, તેની સાથે જ તેણે ટી20 ક્રિકેટમાં પોતાની 200 વિકેટ પૂરી કરી લીધી હતી. પેટ કમિન્સે આ સિદ્ધિ માત્ર 177 મેચોમાં હાંસલ કરી છે. ટી20 કરિયરમાં તેનો ઇકોનોમી રેટ 8.2 રહ્યો છે અને તે અત્યાર સુધીમાં ત્રણ વખત ઇનિંગ્સમાં 4 વિકેટ લેવાનું કારનામું કરી ચૂક્યો છે.
A sudden Sunrise in the Chepauk night sky! 🌅
— IndianPremierLeague (@IPL) May 18, 2026
🎥 #SRH bounce back with 2️⃣ wickets 👊
Updates ▶️ https://t.co/4SxAzYKEvY#TATAIPL | #KhelBindaas | #CSKvSRH | @SunRisers pic.twitter.com/dQm1miLW5i
IPLમાં બન્યા નંબર-1 એક્ટિવ પેસ બોલિંગ કેપ્ટન
આ શાનદાર પ્રદર્શન સાથે કમિન્સ આઈપીએલના ઈતિહાસમાં એક વિશિષ્ટ ક્લબમાં સામેલ થઈ ગયા છે. તેઓ IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા ફાસ્ટ બોલિંગ કેપ્ટન (Pece Bowling Captain) બની ગયો છે.
કેપ્ટન તરીકે આઈપીએલમાં કમિન્સના નામે હવે 41 વિકેટ થઈ ગઈ છે.
આ યાદીમાં ઓલઓવર રેકોર્ડ દિવંગત દિગ્ગજ શેન વોર્નના નામે છે, જેણે કેપ્ટન તરીકે 57 વિકેટ લીધી હતી.
જોકે, હાલમાં રમી રહેલા (જીવિત) ખેલાડીઓમાં કમિન્સ હવે નંબર-1 પર આવી ગયો છે. તેણે હાર્દિક પંડ્યા (કેપ્ટન તરીકે 40 વિકેટ)ને પાછળ છોડી દીધો છે.
IPL 2026માં કમિન્સનો દબદબો
ચાલુ સીઝનમાં પેટ કમિન્સ ખૂબ જ ધારદાર લયમાં જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી રમાયેલી 6 મેચોમાં તેમણે 8 વિકેટ ઝડપી છે. સૌથી ખાસ વાત એ છે કે ટી20 ફોર્મેટ હોવા છતાં તેમનો ઇકોનોમી રેટ માત્ર 8.1 રન પ્રતિ ઓવર રહ્યો છે, જે દર્શાવે છે કે તે રન રોકવાની સાથે વિકેટો પણ ઝડપી રહ્યો છે.
મેચનો ટૂંકો અહેવાલ
મુકાબલાની વાત કરીએ તો, ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 180 રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી પેટ કમિન્સની 3 વિકેટ ઉપરાંત ઇશાન મલિંગાએ શાનદાર આર્થિક બોલિંગ કરી 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. આ સિવાય સાકિબ હુસૈને 34 રન આપી 2 વિકેટ અને પ્રફુલ્લ હિંગેએ 1 વિકેટ પોતાના નામે કરી હતી.
