IPL 2026: દિલ્હી કેપિટલ્સ સામે KKRના કેપ્ટનની કમનસીબી, અજિંક્ય રહાણે વિચિત્ર રીતે રનઆઉટ થયો; જુઓ VIDEO

KKRના સ્ફોટક બેટ્સમેન ફિન એલને સીધો શૉટ ફટકારતા નોન સ્ટ્રાઈકર એન્ડ પર રહેલો રહાણે રનઆઉટ થઈ પેવેલિયન ભેગો થયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 08 May 2026 11:20 PM (IST)Updated: Fri, 08 May 2026 11:20 PM (IST)
ipl-2026-kkr-captain-ajinkya-rahane-weird-run-out-video-ipl-2026
HIGHLIGHTS
  • ફિન એલનની તોફાની સદીની મદદથી દિલ્હી સામે કોલકાતા નાઈટરાઈડર્સની જીત

IPL 2026 KKR vs DC: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની 51મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે 8 વિકેટે હરાવીને સતત ચોથી મેચમાં જીત હાંસલ કરી છે. જો કે આજની મેચમાં 143 રનના વિજયી લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી KKRની ટીમના કેપ્ટન અજિંક્ય રહાણે લાંબી ઈનિંગ્સ નહતો રમી શક્યો.

અજિંક્ય રહાણે 9 બોલમાં એક ફૉર અને એક સિક્સની મદદથી માત્ર 9 રન બનાવીને કમનસીબે રનઆઉટ થઈ ગયો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

KKRની ઈનિંગ્સની ત્રીજી ઑવર મિચેર સ્ટાર્ક નાંખી રહ્યો હતો. તેની ઑવરના અંતિમ બૉલે સ્ટ્રાઈક પર રહેલ ફિન એલને સ્ટ્રેટ શૉટ ફટકાર્યો હતો. આ સમયે બૉલર મિચેલ સ્ટાર્કના હાથને સ્પર્શીને બૉલ નોન સ્ટ્રાઈકર છેડે સ્ટમ્પ સાથે ટકરાયો હતો, ત્યાં સુધીમાં રહાણે ક્રીઝની બહાર નીકળી ચૂક્યો હતો. જેના કારણેતે વિચિત્ર રીતે પહેલી વિકેટના રૂપમાં રનઆઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો.

ફિન એલનની તોફાની સદીની મદદથી KKR જીત્યું

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની ટીમે 8 વિકેટે 142 રન બનાવ્યા હતા. જેના જવાબમાં KKRની ટીમે ફિન એલનની સદીની મદદથી 14.2 ઑવરમાં જ વિજય મેળવ્યો હતો. એલને 47 બૉલમાં પોતાની સદી પૂરી કરતાની સાથે KKR તરફથી સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ચૂક્યો છે. પોતાની ઈનિંગ્સમાં ફિન એલને 5 ફૉર અને 10 સિક્સ ફટકારી હતી.