DC vs MI Match Preview: IPL 2026 ના રોમાંચક તબક્કા વચ્ચે શનિવારે દિલ્હીના ઐતિહાસિક અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સ (DC) અને મુંબઈ ઇન્ડિયન્સ (MI) આમને-સામને ટકરાશે. બંને ટીમો પોતપોતાની છેલ્લી મેચો જીતીને આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરી રહી છે, પરંતુ ખેલાડીઓની ફિટનેસ અને ફોર્મ આ મેચના પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
DC vs MI Match Preview: દિલ્હીની નબળાઈ
દિલ્હી કેપિટલ્સ માટે સૌથી મોટી ચિંતાનો વિષય તેમનો ટોપ ઓર્ડર રહ્યો છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની ગત મેચમાં કેએલ રાહુલ, નીતિશ રાણા અને પથુમ નિસાન્કા જેવા સ્ટાર બેટ્સમેનો સસ્તામાં આઉટ થઈ ગયા હતા. જોકે, યુવા બેટ્સમેન સમીર રિઝવી અને ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર લડત આપી ટીમને જીત અપાવી હતી. મુંબઈના શક્તિશાળી આક્રમણ સામે દિલ્હીના અનુભવી બેટ્સમેનોએ જવાબદારીપૂર્વક બેટિંગ કરવી પડશે.
DC vs MI Match Preview: બોલિંગમાં દિલ્હીનું વર્ચસ્વ
દિલ્હીનું બોલિંગ આક્રમણ હાલમાં ખૂબ જ સંતુલિત અને પ્રચંડ દેખાઈ રહ્યું છે. લુંગી ન્ગીડી અને ટી. નટરાજનની જોડી પાવરપ્લેમાં અસરકારક રહી છે, જ્યારે મુકેશ કુમાર રન રોકવામાં સફળ રહ્યો છે. મધ્ય ઓવરોમાં કુલદીપ યાદવ અને કેપ્ટન અક્ષર પટેલની સ્પિન જોડી વિરોધી ટીમના બેટ્સમેનોને ફસાવવા સક્ષમ છે. જોકે, મિશેલ સ્ટાર્કની ગેરહાજરી હજુ પણ ટીમને વર્તાઈ રહી છે.
DC vs MI Match Preview: મુંબઈ ઇન્ડિયન્સ
આ સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે શાનદાર શરૂઆત કરી છે. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મેળવીને મુંબઈએ તેની પ્રથમ મેચ હારવાનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માના 78 રન અને રાયન રિકેલ્ટનના 81 રન મુંબઈના ફોર્મની સાક્ષી પૂરે છે. સૂર્યકુમાર યાદવ અને તિલક વર્મા મુંબઈની બેટિંગમાં ઊંડાણ લાવે છે, જોકે સૂર્યકુમારની ફિટનેસ પર હજુ પણ સવાલો છે.
DC vs MI Match Preview: બુમરાહ vs દિલ્હીના બેટ્સમેન
મુંબઈ પાસે જસપ્રીત બુમરાહના નેતૃત્વમાં ટ્રેન્ટ બોલ્ટ અને શાર્દુલ ઠાકુર જેવા અનુભવી બોલરો છે. બુમરાહની ઘાતક યોર્કર અને બોલ્ટની ઇન-સ્વિંગ દિલ્હીના નબળા ટોપ ઓર્ડર માટે મોટો પડકાર બની શકે છે. આ મેચ દિલ્હીની બોલિંગ અને મુંબઈની મજબૂત બેટિંગ વચ્ચેનો સીધો મુકાબલો સાબિત થશે.
Delhi Capitals IPL 2026 Squad । DC 2026 ની સંપૂર્ણ ટીમ
અક્ષર પટેલ (કેપ્ટન), કેએલ રાહુલ, અભિષેક પોરેલ, ટ્રીસ્ટન સ્ટબ્સ, સમીર રિઝવી, કરુણ નાયર, કુલદીપ યાદવ, મિશેલ સ્ટાર્ક, ટી નટરાજન, મુકેશ કુમાર, આશુતોષ શર્મા, વિપરાજ નિગમ, માધવ તિવારી, ત્રિપુરાણા વિજય, અજય મંડલ, દુષ્મંથા ચમીરા, ડેવિડ મિલર, બેન ડકેટ, આકિબ દાર, પથુમ નિસાન્કા, લુંગી ન્ગીડી, સાહિલ પારેખ, પૃથ્વી શો અને કાયલ જેમીસન.
Mumbai Indians IPL 2026 Squad । MI 2026 ની સંપૂર્ણ ટીમ
હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, જસપ્રિત બુમરાહ, તિલક વર્મા, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, મિશેલ સેન્ટનર, વિલ જેક્સ, ક્વિન્ટન ડી કોક, મયંક માર્કંડે, શેરફેન રધરફોર્ડ, નમન ધીર, રિયાન રિકલ્ટન, કોર્બીન બોશ, રોબિન મિંઝ, રાજ અંગદ બાવા, એએમ ગઝનફર, અશ્વિની કુમાર, રઘુ શર્મા, દાનિશ માલેવાર, મોહમ્મદ ઇઝહર, અથર્વ અંકોલેકર અને મયંક રાવત.
