DC vs CSK: ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં સંજુ સેમસનનું બેટ એવી રીતે ગર્જ્યું કે તેના ટીકાકારોના મોઢા બંધ થઈ ગયા છે. દિલ્હી કેપિટલ્સ (DC) સામે રમાયેલી આ મેચમાં સેમસને અણનમ 115* રનની તોફાની ઇનિંગ રમી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને સીઝનની પ્રથમ જીત અપાવી છે. આ સાથે જ સેમસને આઈપીએલ ઇતિહાસના અનેક મોટા રેકોર્ડ્સ પોતાના નામે કર્યા છે.
🗣️🗣️ 𝙄𝙩 𝙛𝙚𝙚𝙡𝙨 𝙡𝙞𝙠𝙚 𝙘𝙤𝙢𝙞𝙣𝙜 𝙩𝙤 𝙖𝙣𝙤𝙩𝙝𝙚𝙧 𝙝𝙤𝙢𝙚 🏠
— IndianPremierLeague (@IPL) April 11, 2026
Sanju Samson reflects on his match-winning knock and the love from the Chennai crowd 💛
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson | @ChennaiIPL pic.twitter.com/H4X2sug3sB
ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ
આ પણ વાંચો
ભારતને ટી20 વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનાર સંજુ સેમસન આ આઈપીએલની શરૂઆતની ત્રણ મેચમાં ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો હતો. ગત મેચોમાં માત્ર 6, 7 અને 9 રન બનાવી આઉટ થતા સેમસનને CSK માં સામેલ કરવાના નિર્ણય પર સવાલો ઉઠ્યા હતા. જોકે, દિલ્હી સામે માત્ર 52 બોલમાં 115* રન (14 ચોગ્ગા, 3 છગ્ગા) ફટકારીને તેણે સાબિત કરી દીધું કે તે કેમ મોટો ખેલાડી છે. તેની આ ઈનિંગના જોરે ચેન્નાઈએ 2 વિકેટે 212 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો.
એકસાથે અનેક રેકોર્ડ્સ ધરાશાયી
સંજુ સેમસને આ મેચમાં અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરી છે:
- 1) ત્રણ ટીમ માટે સદી: સેમસન આઈપીએલ ઇતિહાસનો પ્રથમ બેટ્સમેન બન્યો છે જેણે ત્રણ અલગ-અલગ ફ્રેન્ચાઇઝી (દિલ્હી, રાજસ્થાન અને હવે ચેન્નાઈ) માટે સદી ફટકારી હોય.
- 2) ધોનીનો રેકોર્ડ તોડ્યો: CSK માટે વિકેટકીપર તરીકે સૌથી વધુ વ્યક્તિગત સ્કોરનો એમએસ ધોનીનો 84 રનનો રેકોર્ડ સેમસને તોડ્યો છે. તે ચેન્નાઈ માટે સદી ફટકારનાર પ્રથમ વિકેટકીપર બન્યો છે.
- 3) સીઝનની પ્રથમ સદી: આ ચોથી વખત છે જ્યારે સેમસને આઈપીએલ સીઝનની સૌથી પહેલી સદી ફટકારી હોય (અગાઉ 2017, 2019 અને 2021 માં આ સિદ્ધિ મેળવી હતી).
Sanju Samson is making a habit of setting the tone 😉#TATAIPL | #KhelBindaas | #CSKvDC | @IamSanjuSamson pic.twitter.com/xogigVb1co
— IndianPremierLeague (@IPL) April 12, 2026
યુવા આયુષ મ્હાત્રેનો શાનદાર સાથ
સેમસનની સાથે 19 વર્ષીય યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ પણ અદભૂત બેટિંગ કરી હતી. તેણે 27 બોલમાં 59 રન ફટકારી સેમસન સાથે 113 રનની ભાગીદારી કરી હતી. આયુષની આ સીઝનની બીજી અડધી સદી છે. આ જોડીની તોફાની બેટિંગને કારણે ચેન્નાઈએ પાવરપ્લેમાં વિકેટ ગુમાવ્યા વિના 61 રન બનાવ્યા હતા.
📸📸
— IndianPremierLeague (@IPL) April 11, 2026
A 𝙎𝙖𝙣𝙟𝙪 𝙎𝙖𝙢𝙨𝙤𝙣 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 in Chennai 🫡💯
Updates ▶️ https://t.co/BzGc6O65jX #TATAIPL | #KhelBindaas | #CSKvDC pic.twitter.com/u2TWFHmNYj
દિલ્હી કેપિટલ્સની હાર
213 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હીની શરૂઆત પથુમ નિસાન્કા (41) અને કેએલ રાહુલ (18) દ્વારા સારી રહી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે 60 રન બનાવી લડત આપી હતી, પરંતુ 20 ઓવરના અંતે દિલ્હીની ટીમ 189 રન જ બનાવી શકી હતી અને 23 રનથી મેચ હારી ગઈ હતી.
