Ashutosh Sharma Special Video Call, IPL 2025: આઈપીએલ 2025ની પાંચમી મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં દિલ્હીની ટીમે લખનૌને 1 વિકેટથી માત આપી હતી. જો કે, એક સમયે લખનૌએ આપેલા 210 રનના ટાર્ગેટને ચેઝ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમે 65 રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી. આ બાદ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતરેલા આશુતોષ શર્મા (Ashutosh Sharma) એ માત્ર 31 બોલમાં 66 રન ફટકારીને દિલ્હીને ટીમને છેલ્લી ઓવરમાં જીત અપાવી હતી.
આ શાનદાર ઈનિંગ બદલ આશુતોષ શર્માને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. જે તેને ભારતના પૂર્વ ક્રિકેટર શિખર ધવન (Shikhar Dhawan) ને સમર્પિત કર્યો હતો. મેચ પછી એવોર્ડ સેરેમનીમાં આશુતોષે કહ્યું કે, આ મેન ઓફ ધ મેચ એવોર્ડ તેના ગુરુ શિખર પાજીને સમર્પિત કરવા માંગે છે.
આ પણ વાંચો
હવે આશુતોષ શર્માનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે દિલ્હીના ડ્રેસિંગ રૂમમાં પાર્ટી શરૂ થતાં પહેલા શિખર ધવન સાથે વીડિયો કોલ કરતો જોવા મળી રહ્યો છે. ગબ્બર પણ તેને અભિનંદન આપતો જોવા મળી રહ્યો છે. જણાવી દઈએ કે, IPL 2024માં શિખર ધવન અને આશુતોષ શર્મા પંજાબ (PBKS) માટે એકસાથે રમ્યા હતા.
