Ashutosh Sharma: T20માં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટ્સેમને લખનૌના હાથમાંથી છીનવી લીધી જીત; જાણો કોણ છે આશુતોષ શર્મા

આશુતોષ શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટ્સેમન છે. તેણે 2023માં અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યારે જાણો કોણ છે આશુતોષ શર્મા.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 25 Mar 2025 09:36 AM (IST)Updated: Tue, 25 Mar 2025 10:55 AM (IST)
who-is-ashutosh-sharma-who-made-win-delhi-capitals-against-lucknow-super-giants-profile-ipl-2025

Ashutosh Sharma IPL 2025: આઈપીએલ 2025ની પાંચમી મેચ વિશાખાપટ્ટનમના ડો.વાય.એસ. રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ હતી. છેલ્લી ઓવર સુધી આ રોમાંચક મેચમાં દિલ્હીની ટીમે 1 વિકેટથી જીત મેળવી હતી. જો કે, એક સમયે લખનૌની ટીમ આ મેચ જીતવા માટે હોટ ફેવરિટ હતી. જો કે, દિલ્હી માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે એન્ટ્રી કરીને આશુતોષ શર્માએ લખનૌના હાથમાંથી જીત છીનવી લીધી હતી. ત્યારે જાણો કોણ છે આશુતોષ શર્મા.

દિલ્હી કેપ્ટિલ્સ માટે આશુતોષ શર્માએ 31 બોલમાં પાંચ ફોર અને પાંચ સિક્સની મદદથી શાનદાર 66 રનની ઈનિંગ રમીને લખનૌની ટીમને માત આપી હતી.

IPL 2025ના ઓક્શનમાં દિલ્હીની ટીમે આશુતોષ શર્માને 3.8 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મધ્ય પ્રદેશના રતલામ શહેરનો રહેવાસી આશુતોષ IPL 2024માં પંજાબ કિંગ્સ માટે રમ્યો હતો. તેણે 4 એપ્રિલ 2024ના રોજ ગુજરાત ટાઇટન્સ સામે IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ મેચમાં તેણે 17 બોલમાં 31 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, આશુતોષે મુંબઈ ઇન્ડિયન્સ સામે 28 બોલમાં 61 રન બનાવ્યા હતા.

આશુતોષ શર્માએ 12 જાન્યુઆરી 2018ના રોજ 2017-18 ઝોનલ T20 લીગમાં મધ્યપ્રદેશ માટે T20 ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે 16 ઓક્ટોબર 2019ના રોજ 2019-20 વિજય હજારે ટ્રોફીમાં મધ્યપ્રદેશ માટે લિસ્ટ A ડેબ્યૂ કર્યું હતું.

જણાવી દઈએ કે, આશુતોષ શર્મા ટી20 ક્રિકેટમાં સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારનાર ભારતીય બેટ્સેમન છે. તેણે 2023માં અરુણાચલ પ્રદેશ સામે 11 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.