IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની 45મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે રમાઈ. આ મેચમાં ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન શાહરુખ ખાને શાનદાર બેટિંગ કરી હતી. તેણે મોહમ્મદ સિરાજે પોતાનો શિકાર બનાવ્યો હતો. શાહરુખની વિકેટ બાદ વિરાટ કોહલીએ તેણે ગુસ્સામાં બહાર જવાનું કહ્યું. આ અંગેનો વીડિયો સામે આવ્યો છે જે ઘણો જ વાયરલ પણ થઈ રહ્યો છે.
મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સ ટીમને શરુઆતમાં જ 2 મોટા ઝાટકા લાગ્યા હતા. જે બાદ શાહરુખ ખાને આ IPLમાં પહેલી વખત ચોથા નંબરે બેટિંગ કરવા માટે આવ્યો અને શાહરુખ ખાને આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. શાહરુખ ખાને માત્ર 30 બોલમાં જ 58 રન બનાવ્યા અને IPLની પોતાની કેરિયરમાં પહેલી હાફ સેન્ચુરી ફટકારી દીધી. તેણે મોહમ્મદ સિરાજે આઉટ કર્યો શાહરુખ ખાને માત્ર 27 બોલમાં પોતાની પહેલી હાફસેન્ચુરી ફટકારી. શાહરુખ ફાસ્ટ રમી રહ્યો હતો પરંતુ સિરાજે તેણે પોતાનો શિકાર બનાવ્યો, જે બાદ કોહલીનું એગ્રેશન જોવા મળ્યું હતું.
Spirit of Cricket ?
— Kuljot (@HitmanRo_4_5) April 28, 2024
Take away all his centuries and records and Virat would still be one of the greatest of the game.
Irrespective of the match situation, he always calls for sportsmanship even for his opponents@RCBTweets @imVkohli pic.twitter.com/8T4qnHIe2j
મોહમ્મદ સિરાજે ફેંક્યો હતો શાનદાર બોલ
શાહરુખ ખાન અને સાઈ સુદર્શન સારી બેટિંગ કરી રહ્યાં હતા અને તેમની પાર્ટનરશિપ ઝડપથી રન બનાવી રહી હતી. એવામાં આ ભાગીદારી તોડવાની જવાબદારી મોહમ્મદ સિરાજને આપવામાં આવી. સિરાજે 15મી ઓવરના પહેલા જ બોલે શાહરુખ ખાનને યોર્કર ફેંક્યો અને તે થાપ ખાઈ જતા શાનદાર વિકેટ મળી. આ બોલની ભારે પ્રશંસા પણ થઈ રહી છે.
ગુજરાત ટાઈટન્સે શાનદાર સ્કોર જેણે RCBએ આસાનીથી પાર કર્યો
મેચમાં પહેલા બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે સાઈ સુદર્શન અને શાહરુખ ખાનની વિસ્ફોટક ઈનિંગના પગલે વિશાળ સ્કોર બનાવ્યો હતો. શાહરુખ ખાને 58 રનની ઈનિંગ રમી જ્યારે સાઈ સુદર્શન 84 રન ફટકાર્યા. ગુજરાત ટાઈટન્સે નિર્ધારીત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 200 રન કર્યા હતા.
ગુજરાત ટાઈટન્સે આપેલો ટાર્ગેટ RCBએ 16 ઓવરમાં જ એચિવ કરી લીધો હતો. IPLમાં પહેલી વકત કોઈ ટીમે 9 વિકેટ બાકી રહેતા 200 પ્લસનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. RCBની જીતના હીરો વિરાટ કોહલી અને વિલ જેક્સ રહ્યાં. ઈંગ્લિશ ખેલાડી વિલ જેક્સે માત્ર 41 બોલમાં સેન્ચુરી ફટકારી, જેક્ટસે 100 રન મારી નોટઆઉટ રહ્યો, તેણે પોતાની ઈનિંગમાં 10 છગ્ગા અને પાંચ ચોગ્ગા ફટકાર્યાં. તો કોહલી 70 રને નોટઆઉટ રહ્યો, જેમાં તેણે 6 ચોગ્ગા અને 3 છગ્ગા માર્યા હતા. કોહલી-જેક્સ વચ્ચે બીજી વિકેટ માટે 166 રનની અતૂટ પાર્ટનરશિપ જોવા મળી.
