International League T20: ઇન્ટરનેશનલ લીગ ટી20 2025-26ના સાતમા મેચમાં રોવમેન પોવેલે ભારે તબાહી મચાવી હતી. દુબઈ કેપિટલ્સ માટે પાંચમા ક્રમે આવતા પોવેલે અબુ ધાબી નાઈટ રાઇડર્સના બોલરોને હંફાવી દીધા હતા. પોવેલે 184.62ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને ૫૨ બોલમાં અણનમ 96 રન બનાવ્યા. તેણે પોતાની ઇનિંગમાં આઠ ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા.
પોવેલની ઇનિંગને કારણે દુબઈએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા. જોર્ડન કોક્સે પણ અડધી સદી ફટકારી, 36 બોલમાં 52 રન બનાવ્યા. 187 રનનો પીછો કરતા અબુ ધાબી નાઈટ રાઈડર્સ 103 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. દુબઈ કેપિટલ્સે મેચ 83 રનથી જીતી લીધી.
ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર દુબઈ કેપિટલ્સનો પ્રારંભ ખરાબ રહ્યો. ઓપનર ટોબી આલ્બર્ટ અને સેદીકુલ્લાહ અટલ 8-8 રન બનાવીને આઉટ થયા. વિકેટકીપર શાયન જહાંગીર પણ ફક્ત 14 રન બનાવી શક્યો. ત્યારબાદ પોવેલ અને જોર્ડન કોક્સે 119 રનની ભાગીદારી નોંધાવી, જેમાં જોર્ડન 52 રન બનાવીને આઉટ થયો. કેપ્ટન દાસુન શનાકા કોઈ રન બનાવ્યા વિના અણનમ રહ્યો.
મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી અબુ ધાબી નાઈટ રાઈડર્સે પહેલી જ ઓવરમાં એલેક્સ હેલ્સ (0)ને ગુમાવી દીધો. એ જ ઓવરમાં અલીશાન શરાફુ કેચ આઉટ થયો. બીજી ઓવરમાં ઉન્મુક્ત ચંદ પણ કેચ આઉટ થયો. તે પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો. ઓપનર ફિલિપ સોલ્ટે 21 બોલમાં 27 રન બનાવ્યા.
ત્યારબાદ લિયામ લિવિંગસ્ટોને 16 અને આન્દ્રે રસેલે 12 રન બનાવ્યા. કેપ્ટન જેસન હોલ્ડર અણનમ રહ્યો. સુનિલ નારાયણે 3 અને શેરફેન રૂધરફોર્ડે 19 રન બનાવ્યા. ઓલી સ્ટોને 6 રન બનાવ્યા. વકાર સલામખેલે 4 વિકેટ લીધી. મોહમ્મદ નબી, મુસ્તફિઝુર રહેમાન અને ડેવિડ વિલીએ 2-2વિકેટ લીધી.
