Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થવામાં વધુ સમય બાકી નથી. 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટ પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મંગળવારે અપડેટેડ ટીમની જાહેરાત કરી હતી. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે બહાર છે. તેના સ્થાને યુવા બોલર હર્ષિત રાણાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય લેગ સ્પિનર વરુણ ચક્રવર્તીને 15 સભ્યોની ટીમનો ભાગ બનાવવામાં આવ્યો છે, તે યશસ્વી જયસ્વાલની જગ્યાએ ટીમ સાથે જોડાશે.
? NEWS ?
— BCCI (@BCCI) February 11, 2025
Fast bowler Jasprit Bumrah has been ruled out of the 2025 ICC Champions Trophy due to a lower back injury. Harshit Rana named replacement.
Other squad updates ? #TeamIndia | #ChampionsTrophy https://t.co/RML5I79gKL
BCCIએ અંતિમ ટીમની યાદી ICCને સુપરત કરી છે
ચેમ્પિયન્સ ટ્રોફી માટેની તમામ આઠ ટીમોએ મંગળવાર એટલે કે 11મી ફેબ્રુઆરી સુધીમાં અંતિમ ટીમની યાદી સબમિટ કરવાની હતી. BCCIએ પણ અંતિમ ટીમમાં બે ફેરફારો સાથે 15 સભ્યોની ટીમની યાદી પણ ICCને સુપરત કરી છે. જેમાં જસપ્રીત બુમરાહ અને યશસ્વી જયસ્વાલને બહાર કરવામાં આવ્યા છે, જ્યારે હર્ષિત રાણા અને વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઋષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, રવિન્દ્ર જાડેજા, વરુણ ચક્રવર્તી.
