Vaibhav Suryavanshi Family Tree: ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી હાલ ચર્ચામાં છે. આઈપીએલમાં બધાનું ધ્યાન ખેંચનાર વૈભવ સૂર્યવંશી હાલ ઈંગ્લેન્ડના પ્રવાસે છે. અહીં ઈંગ્લેન્ડ અંડર 19 અને ઈન્ડિયા અંડર 19ની બીજી ટેસ્ટ ચાલી રહી છે. જેમાં વૈભવ સૂર્યવંશી તેના પ્રદર્શનને લઈને ચર્ચામાં છે. આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ પ્રથમ ઈનિંગમાં 14 બોલમાં 20 રન કર્યા હતા અને બીજી ઈનિંગમાં તે શૂન્ય રને આઉટ થયો હતો. પ્રથમ ટેસ્ટ ડ્રો ગઈ હતી તેમા વૈભવે બીજી ઈનિંગમાં 56 રન કર્યા હતા. આવો તેના પરિવાર વિશે જાણીએ.
વૈભવ સૂર્યવંશીના પરિવારમાં કોણ કોણ છે
વૈભવ સૂર્યવંશીના પરિવાર વિશે જોઈએ તો વૈભવ સૂર્યવંશીનો જન્મ બિહારમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના દાદાનું નામ ઉમેશ સિંહ અને ઉષા સિંહ હતું. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશી બિહારના સમસ્તીપુર નજીકના મોતીપુર ગામના વતની છે. તેમના માતાનું નામ આરતી કુમારી છે. વૈભવને એક ભાઈ પણ છે.
વૈભવ સૂર્યવંશીએ 5 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું
વૈભવ સૂર્યવંશીને નાનપણથી ક્રિકેટ રમવાનો શોખ હતો. તેણે માત્ર 5 વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. વૈભવ સૂર્યવંશીના પિતા પણ પોતે ક્રિકેટર બનવા માંગતા હતા પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેમનું સ્વપ્ન પૂર્ણ થઈ શક્યું નહીં. પરંતુ તેમના પુત્રનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જોઈને સંજીવે તેને ક્રિકેટર બનાવવા શક્ય તેટલા પ્રયત્નો કર્યા.
જ્યારે વૈભવ દસ વર્ષનો થયો ત્યારે દીકરાની પ્રતિભા પર ભરોસો રાખીને તેને સારી ક્રિકેટ ટ્રેનિંગ મળે તે માટે પિતા સંજીવે મોતીપુર ગામમાં પોતાની જમીન હતી તે વેચી નાખી હતી. જો કે વૈભવની દાદી ઇચ્છતી હતી કે તે અભ્યાસ કરીને IAS કે IPS અધિકારી બને પરંતુ વૈભવનું મન બાળપણથી જ ક્રિકેટમાં ડૂબેલું હતું. તેનો એક મોટો ભાઈ પણ છે જેને ક્રિકેટમાં કોઈ રસ નથી.
આઈપીએલમાં ડેબ્યુ સાથે જ ઈતિહાસ રચ્યો
પિતાની આ મહેનત માત્ર 3 વર્ષમાં જ રંગ લાવી હતી. 14 વર્ષના આ છોકરાને રાજસ્થાન રોયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની ટીમમાં સ્થાન અપાવ્યું હતું. જેણે આઈપીએલમાં ડેબ્યુ સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. હાલ ઈંગ્લેન્ડમાં પણ તે જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે.
