IND vs WI Live Streaming: અમદાવાદમાં 2 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ, જાણો ફ્રીમાં ક્યાં અને કેવી રીતે જોવી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ સિરીઝ રમાશે. જાણો ક્યાં અને કેવી રીતે લાઈવ જોવી.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 30 Sep 2025 12:12 PM (IST)Updated: Tue, 30 Sep 2025 12:12 PM (IST)
india-vs-west-indies-test-series-2025-live-streaming-how-to-watch-free
India vs West Indies Test series 2025 Live Streaming

India vs West Indies Test series 2025 Live Streaming: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2 ઓક્ટોબરથી ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ સિરીઝ રમાશે. આ સિરીઝને લઈને જ્યાં બંને ટીમો પોતાની તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે, ત્યાં દર્શકો અને ચાહકો પણ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે આ સીરિઝ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોઈ શકાશે. ચાલો જાણીએ

ટીવી પર લાઈવ કેવી રીતે જોવી

આ ટેસ્ટ સિરીઝનું સત્તાવાર ટીવી પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) કરશે. સ્ટાર સ્પોર્ટ્સ તેના દર્શકો માટે અંગ્રેજી અને હિન્દી સહિત અનેક ભાષાઓમાં લાઈવ કોમેન્ટ્રીનો વિકલ્પ આપે છે, જેના કારણે વિવિધ પ્રદેશોના ચાહકો પોતાની ભાષામાં મેચનો આનંદ લઈ શકે છે. દર્શકો તેમના ટીવી પર કેબલ અથવા DTH દ્વારા સ્ટાર સ્પોર્ટ્સની યોગ્ય ચેનલ સબ્સ્ક્રાઇબ કરીને મેચનો આનંદ માણી શકે છે. ભારત-પાકિસ્તાન જેવી હાઈ-વોલ્ટેજ સિરીઝની જેમ જ આ મેચ પણ સ્ટાર સ્પોર્ટ્સ પર જોવા મળશે.

JioHotstar પર ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ

જે દર્શકો મોબાઈલ, સ્માર્ટ ટીવી કે લેપટોપ પર મેચ જોવાનું પસંદ કરે છે, તેમના માટે JioHotstar આ સિરીઝનું સત્તાવાર ડિજિટલ સ્ટ્રીમિંગ પાર્ટનર છે. આ પ્લેટફોર્મ પર ચાહકો સરળતાથી ઓનલાઈન લાઈવ મેચ જોઈ શકે છે. જોકે મેચનો સંપૂર્ણ આનંદ માણવા માટે સામાન્ય રીતે સબ્સ્ક્રિપ્શનની જરૂર પડે છે. ખાસ વાત એ છે કે જિયો યુઝર્સને કેટલાક વિશેષ રિચાર્જ પ્લાન્સ સાથે ફ્રી અથવા ડિસ્કાઉન્ટેડ એક્સેસ પણ મળે છે.

ભારત vs વેસ્ટ ઇન્ડિઝ ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ

  • પ્રથમ ટેસ્ટ: 2 ઓક્ટોબરથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
  • બીજી ટેસ્ટ: 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ હેડ ટુ હેડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ અત્યાર સુધીમાં 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાં ભારતે 23 અને વેસ્ટ ઇન્ડીઝે 30 મેચ જીતી છે, જ્યારે 47 મેચ ડ્રો રહી છે. ભારતમાં રમાયેલી 47 ટેસ્ટ મેચોમાં પણ વેસ્ટ ઇન્ડીઝ 14-13ની જીત સાથે આગળ છે. જોકે આ વખતે શ્રેણીમાં આ આંકડા બદલાઈ શકે તેવી પૂરી સંભાવના છે. કારણ કે ભારતનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું રહ્યું છે અને સતત જીત મળી છે.