IND vs WI: એશિયા કપ વિજેતા ભારતીય ટીમનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત, હવે 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડીઝ સામે ટેસ્ટ મેચ

એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ હવે આગામી મિશન પર છે. ગૌતમ ગંભીર પોતાની ટીમ એટલે કે સપોર્ટ સ્ટાફ સાથે અમદાવાદ પહોંચ્યા છે. સ્પિનર કુલદીપ યાદવ પણ સાથે જોવા મળ્યા હતા.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Tue, 30 Sep 2025 11:44 AM (IST)Updated: Tue, 30 Sep 2025 12:14 PM (IST)
gautam-gambhir-kuldeep-yadav-reached-ahmedabad-after-the-asia-cup-2025-wins

India vs West Indies: એશિયા કપમાં વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ આગામી મેચને લઈને અમદાવાદ પહોંચી ગઈ છે. ITC નર્મદા હોટલમાં ટીમ ઇન્ડિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. હવે ભારતીય ટીમ 2 ઓક્ટોબરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમશે.

ભારતીય ટીમ અમદાવાદ પહોંચી

એશિયા કપ જીત્યા બાદ ભારતીય ટીમ હવે આગામી મિશન પર છે. ગૌતમ ગંભીર પોતાની ટીમ એટલે કે સપોર્ટ સ્ટાફ સાથે અમદાવાદ પહોંચ્યા છે. સ્પિનર કુલદીપ યાદવ પણ સાથે જોવા મળ્યા હતા. અમદાવાદ એરપોર્ટથી ગૌતમ ગંભીર ટીમ સહિત સ્ટાફ સાથે બસમાં બેસીને એરપોર્ટથી સીધા હોટલ માટે રવાના થયા હતા. ભારતીય ટીમના બાકીના ખેલાડીઓ પણ ટૂંક સમયમાં ટીમ સાથે જોડાશે.

અમદાવાદમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે મેચ

ભારત-વેસ્ટ ઇન્ડીઝ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 2 ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ અમદાવાદમાં રમાશે, જેના માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પહેલેથી જ અમદાવાદ પહોંચી ચૂકી છે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 10 ઓક્ટોબરથી દિલ્હીમાં રમાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ હેડ ટુ હેડ

ભારત અને વેસ્ટ ઇન્ડીઝ અત્યાર સુધીમાં 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે, જેમાં ભારતે 23 અને વેસ્ટ ઇન્ડીઝે 30 મેચ જીતી છે, જ્યારે 47 મેચ ડ્રો રહી છે. ભારતમાં રમાયેલી 47 ટેસ્ટ મેચોમાં પણ વેસ્ટ ઇન્ડીઝ 14-13ની જીત સાથે આગળ છે. જોકે આ વખતે શ્રેણીમાં આ આંકડા બદલાઈ શકે તેવી પૂરી સંભાવના છે. કારણ કે ભારતનું પ્રદર્શન છેલ્લા કેટલાક સમયથી ખૂબ સારું રહ્યું છે અને સતત જીત મળી છે.