Aditi Hundia: ઈશાન કિશન જયપુરની મૉડલ અદિતી સાથે લગ્ન કરશે, સુંદરતામાં બૉલિવૂડ અપ્સરાઓને આપી રહી છે મ્હાત, જુઓ તસવીરો

ઈશાન કિશનના મોટાભાઈએ પણ પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કર્યાં છે. આથી ઈશાન પણ પોતાને ગમે તેવી યુવતી સાથે લગ્ન કરે, અમારી પૂરી છૂટ છે: અનુરાગ પાંડે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 15 Feb 2026 05:12 PM (IST)Updated: Sun, 15 Feb 2026 05:12 PM (IST)
india-vs-pakistan-match-ishan-kishan-personal-life-trending-who-is-aditi-hundia
HIGHLIGHTS
  • ઈશાન કિશનના દાદાએ ખુદ પૌત્રની ગર્લફ્રેન્ડનો ખુલાસો કર્યો

India vs Pakistan Match: હાલના દિવસોમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશન (Ishan Kishan) T20 વર્લ્ડકપમાં પોતાના ઉમદા ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આજે પાકિસ્તાન વિરુદ્ધ ખરાખરીના જંગમાં સૌ કોઈ ઈશાન કિશનની આક્રમક ફટકાબાજી પર મીટ માંડીને બેઠા છે, એવામાં ઈશાન કિશન અંગત જીવનમાં પોતાની ગર્લફ્રેન્ડને (Aditi Hundia) લઈને પણ ચર્ચામાં છે.

હકીકતમાં ઈશાન કિશનના દાદા અનુરાગ પાંડેએ પૌત્રની ગર્લફ્રેન્ડનું નામ જાહેર કરી દીધુ છે. જે બાદ જયપુરની મૉડલ અદિતિ હુંડિયા સાથે તેના સગપણની અટકળોએ જોર પકડ્યું છે. તેમણે જણાવ્યું કે, ઈશાન જે પણ નિર્ણય લેશે, અમારો પરિવાર તેની સાથ આપશે.

Mangal Shani Yuti 2026: મંગળ-શનિ સાથે આવતા 3 રાશિનો કપરો કાળ શરૂ, જાતકોની બનેલી બાજી બગડશે; સબંધોમાં સ્વાર્થના દર્શન થશે

ઈશાન કિશનના મોટાભાઈએ પણ પોતાની પસંદની યુવતી સાથે લગ્ન કર્યાં છે. આથી ઈશાન જેની સાથે લગ્ન કરવા માંગે, તેને અમારા તરફથી પુરી છૂટ છે. એવામાં સૌ કોઈ નજર ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા વિશે જાણવા આતુર છે.

naidunia_image

સુંદરતા મામલે બૉલિવૂડ અપ્સરાઓથી જરા પણ કમ નથી અદિતિ
હકીકતમાં 2019માં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2019) દરમિયાન ઈશાન અને અદિતિના રિલેશનશિપ અંગેની અટકળો વહેતી થઈ હતી. આ સમયે સ્ટેન્ડમાં 'મિસ્ટ્રી ફેન ગર્લ' તરીકે અદિતિની હાજરીએ સૌ કોઈનું ધ્યાન ખેંચ્યું હતુ.

naidunia_image

મૂળ રાજસ્થાનના જયપુરની અદિતિ હુંડિયાએ 2018માં મિસ ડીવાનો ખિતાબ જીતીને મોડલિંગની દુનિયામાં પોતાની આગવી ઓળખ ઉભી કરી હતી. આ સિવાય અદિતિ ફેમિના મિસ ઈન્ડિયાની ફાઈનલિસ્ટ પણ રહી ચૂકી છે. તેમજ નેશનલ બ્યૂટી ક્વિક કૉમ્પિટિશન સુધી પણ પહોંચી ચૂકી છે.

naidunia_image

ફેશનની દુનિયામાં સક્રિય રહેવાની સાથે-સાથે અદિતિ સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ રહે છે. અદિતિ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. જેમાં તેનો ગ્લેમરસ અંદાજ જોઈ શકાય છે.