T20 WC 2026: 'માહી' ફરી સોશિયલ મીડિયા પર એક્ટિવ! ગૌતમ ગંભીર માટે ધોનીએ શું લખ્યું? બુમરાહ પર કરેલી 'અજીબ' ટિપ્પણીથી ચાહકોમાં ચર્ચા

ધોનીએ પોતાની પોસ્ટમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Mon, 09 Mar 2026 09:50 AM (IST)Updated: Mon, 09 Mar 2026 09:50 AM (IST)
india-vs-new-zealand-t20-world-cup-2026-final-ms-dhoni-breaks-instagram-silence-after-2-years-calls-gautam-gambhir-coach-saab

IND vs NZ Final, T20 world Cup 2026: ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે પણ કોઈ મોટી સિદ્ધિ મેળવે છે, ત્યારે ચાહકોની નજર મહેન્દ્ર સિંહ ધોનીની પ્રતિક્રિયા પર હોય છે. જુલાઈ 2024 પછી પહેલીવાર, ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને ભારતની T20 વર્લ્ડ કપ 2026ની જીતની ઉજવણી કરી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ન્યુઝીલેન્ડને 96 રને હરાવીને ભારતે જ્યારે ત્રીજી વખત ટ્રોફી ઊંચકી, ત્યારે VVIP બોક્સમાં હાજર ધોનીએ ટીમની સાથે સાથે મુખ્ય કોચ ગૌતમ ગંભીરની પણ પ્રશંસા કરી.

કોચ સાહેબ, તમારું સ્મિત અદ્ભુત છે

ધોની અને ગૌતમ ગંભીર વચ્ચેના સંબંધો હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય રહ્યા છે, પરંતુ ધોનીની લેટેસ્ટ પોસ્ટે તમામ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. ધોનીએ ગંભીરના સ્મિત પર રમૂજી ટિપ્પણી કરતા લખ્યું કે, "કોચ સાહેબ, તમારું સ્મિત અદ્ભુત લાગે છે. સ્મિત સાથેનો તમારો વિજય અદ્ભુત છે, શાબાશ."

ગૌતમ ગંભીર તેની ગંભીર છબી માટે જાણીતા છે, પરંતુ વર્લ્ડ કપ જીત્યા બાદ તેમના ચહેરા પરની ખુશી જોઈને ધોનીએ કરેલી આ ટિપ્પણીએ ચાહકોના દિલ જીતી લીધા છે. આ મેસેજ 2007ના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન અને 2026ના વિજેતા કોચ વચ્ચેના અતૂટ બંધનને દર્શાવે છે.

બુમરાહ વિશે 'અજીબ' પણ સચોટ કોમેન્ટ

ધોનીએ પોતાની પોસ્ટમાં ભારતના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરવા માટે અનોખો રસ્તો અપનાવ્યો. બુમરાહે ફાઇનલમાં 4/15 ના આંકડા સાથે ન્યૂઝીલેન્ડના બેટિંગ ઓર્ડરને વેરવિખેર કરી દીધો હતો. તેના પ્રદર્શન પર ધોનીએ લખ્યું કે, ધોનીના કહેવાનો અર્થ એ હતો કે બુમરાહની બોલિંગ એટલી શ્રેષ્ઠ છે કે તેને શબ્દોમાં વર્ણવવી અશક્ય છે. તે એક એવો ખેલાડી છે જેના વિશે કંઈપણ લખવું નકામું છે કારણ કે તેનું પ્રદર્શન પોતે જ બધું કહી દે છે.

અમદાવાદમાં રચાયો ઈતિહાસ

ફાઇનલ મેચ સંપૂર્ણપણે ભારતની તરફેણમાં રહી હતી. સંજુ સેમસનની 89 રનની તોફાની ઇનિંગ અને અભિષેક શર્માની 52 રનની વિસ્ફોટક બેટિંગના આધારે ભારતે 255/5 નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ T20 વર્લ્ડ કપ ફાઇનલના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર છે. 256 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ ક્યારેય લયમાં દેખાઈ નહીં અને 19 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

યજમાન તરીકે જીતનાર પ્રથમ દેશ

ધોનીએ પોતાની પોસ્ટમાં એ વાત પર પણ ભાર મૂક્યો કે ભારતે આ વખતે અનેક રેકોર્ડ તોડ્યા છે. ભારત હવે, ત્રણ વખત T20 વર્લ્ડ કપ જીતનાર એકમાત્ર દેશ છે. સતત બે વાર ટાઇટલ જીતનાર પ્રથમ દેશ છે. યજમાન રાષ્ટ્ર તરીકે ટ્રોફી જીતનાર પ્રથમ દેશ છે.

ધોનીની આ પોસ્ટ માત્ર એક અભિનંદન સંદેશ નથી, પરંતુ ભારતીય ક્રિકેટના નવા યુગ (ગંભીર અને સૂર્યકુમારના નેતૃત્વ) ને જૂના દિગ્ગજો તરફથી મળેલી લીલી ઝંડી છે. અમદાવાદના મેદાન પર રચાયેલો આ ઇતિહાસ હવે સોશિયલ મીડિયા પર ધોનીના શબ્દોથી વધુ અમર બની ગયો છે.