IND vs JPN: ભારત સામે T20 મેચ માટે જાપાને જાહેર કરી ટીમ, શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ રમશે ટીમ ઈન્ડિયા

સુઝુકી કપની આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ રમશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 08 Sep 2026 03:37 PM (IST)Updated: Tue, 08 Sep 2026 03:37 PM (IST)
india-vs-japan-t20i-suzuki-cup-japan-cricket-team-announced-shreyas-iyer
જાપાન ક્રિકેટ ટીમ

IND vs JPN T20: ભારત અને જાપાન વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ રમાનારી ઐતિહાસિક T20 આંતરરાષ્ટ્રીય (T20I) મેચ માટે જાપાને ટીમની જાહેરાત કરી છે. આ મેચમાં જાપાનીઝ ટીમની આગેવાની તેમના નિયમિત કેપ્ટન ક્રેન્ડલકાડોવાકી ફ્લેમિંગ કરશે. બીજી તરફ, BCCI દ્વારા મોકલવામાં આવેલી ભારતીય ક્રિકેટ ટીમ શ્રેયસ અય્યરની કપ્તાની હેઠળ રમશે.

રાજદ્વારી સંબંધોની ઉજવણી 'સુઝુકી કપ'

આ વિશેષ મેચનું આયોજન ભારત અને જાપાન દેશો માટે અત્યંત ખાસ પ્રસંગે કરવામાં આવી રહ્યું છે. ભારત અને જાપાન વચ્ચેના પરસ્પર રાજદ્વારી સંબંધના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને યાદગાર બનાવવા માટે BCCI દ્વારા જાપાનના તોચિગી પ્રાંતમાં આવેલા સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આ મેચ રમાશે, જેને 'સુઝુકી કપ' નામ આપવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમવાર ભારત અને જાપાનની ટીમો એકબીજા સામે મેચ રમશે.

જાપાનની ક્રિકેટ ટીમના સમીકરણો

જાપાનની ટીમની કપ્તાની સંભાળી રહેલા ક્રેન્ડલ કાડોવાકી ફ્લેમિંગ T20 ફોર્મેટમાં જાપાન દેશ તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. એશિયન ગેમ્સ 2026 માટેની સંભવિત ટીમ સાથે આ ટીમ ઘણી મળતી આવે છે. આ ટીમમાં 12 નિયમિત ખેલાડી ઉપરાંત જાપાનની 'એ' ટીમના 3 મહત્વના ખેલાડી ત્સુયોશી તાકાડા, જેક કુસુદા-નાયરન અને એલેસ્ટર કાડોવાકી-ફ્લેમિંગને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

જાપાનની સંપૂર્ણ ટીમ સ્ક્વોડ (Japan Squad)

ક્રેન્ડલ કાડોવાકી ફ્લેમિંગ (કેપ્ટન), ચાર્લી હારા હિંજ, બેન્જામિન ગૌ ઇતો ડેવિસ, કોહેઈ કુબોટા, વતારૂ મિયાઉચી, રેઓ સકુરાનો થોમસ, ડેક્લાન સુઝુકી મેકકોમ્બ, શોમા સુગયા સ્લેટર, અલેક્ઝાન્ડર શિરાઈ પટમોર, લાચલાન યામામોટો લેક, મકોતો તાનિયામા, ઇબ્રાહિમ તાકાહાશી, ત્સુયોશી તાકાડા, જેક કુસુદા-નાયરન, એલેસ્ટર કાડોવાકી-ફ્લેમિંગ.

એશિયન ગેમ્સ પૂર્વે ટીમ ઈન્ડિયા માટે કસોટી

એશિયન ગેમ્સ 2026માં ભાગ લેતા પહેલા ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો મહત્વપૂર્ણ પ્રેક્ટિસ મેચ સાબિત થશે. ભારતીય બોર્ડે આ પ્રવાસ માટે પોતાની 'બી' ટીમ મોકલવાને બદલે શ્રેણીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોતાની ફુલ સ્ટ્રેન્થ ટીમ મોકલી છે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં ભારતીય ટીમ મેચ જીતીને વિજયી લય સાથે એશિયન ગેમ્સના મેદાનમાં ઉતરે તેવી આશા છે.