IND vs JPN T20I Live Score: ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે આજે 22 સપ્ટેમ્બરના રોજ તોચિગી પ્રાંતના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ રહી છે.
ત્રીજીવાર પીચ ઈન્સ્પેક્શન કરવામાં આવશે
ગ્રાઉન્ડ ઈન્સ્પેક્શન સવારે 9:45 અને બાદમાં 10:45 વાગ્યે થવાનું હતું, પરંતુ હવે સમય લંબાવવામાં આવ્યો છે. હાલની લેટેસ્ટ અપડેટ આપતા BCCIએ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, આગામી નિરીક્ષણ સ્થાનિક સમય મુજબ બપોરે 3:15 વાગ્યે એટલે કે ભારતીય સમય મુજબ સવારે 11:45 વાગ્યે કરવામાં આવશે.
મેચ રેફરીએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ચર્ચા કરી
મેદાન પર હજુ પણ કેટલાક વિસ્તારો પર ભિનાશ જોવા મળી રહી છે, જેના કારણે મેચ રેફરી ગ્રાઉન્ડ સ્ટાફ સાથે ચર્ચા કરી રહ્યા છે. મેદાન પરના ભીનાશવાળા કેટલાક ભાગોને કારણે રમત શરૂ થવામાં વધુ વિલંબ થઈ રહ્યો છે. હાલમાં કોઈ 'સુપર સોપર' મશીન કે ગ્રાઉન્ડ સ્ટાફ કામ કરી રહ્યા નથી. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે મેદાન કુદરતી રીતે સુકાઈ જશે, પરંતુ આવું થવાની શક્યતા હવે ઓછી જણાતી હતી.
ભીના ફિલ્ડના કારણે ટોસ થવામાં વિલંબ
હાલની લેટેસ્ટ અપડેટ આપતા BCCIએ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, આગામી નિરીક્ષણ સ્થાનિક સમય મુજબ બપોરે 2:15 વાગ્યે એટલે કે ભારતીય સમય મુજબ સવારે 10:45 વાગ્યે કરવામાં આવશે.
BCCIએ X પર પોસ્ટ કરતા જણાવ્યું કે, "ભીના આઉટફિલ્ડને કારણે ભારત અને જાપાન વચ્ચે રમાનારી T20I મેચ માટેનો ટોસ મોકૂફ રાખવામાં આવ્યો છે. સ્થાનિક સમય મુજબ બપોરે 1:15 વાગ્યે એટલે કે ભારતના સમય મુજબ સવારે 9:45 વાગ્યે મેદાનનું નિરીક્ષણ કરવામાં આવશે."
IND vs JPN T20I: બંને ટીમની સ્કવોર્ડ
ભારતીય સ્ક્વોડ (Indian Cricket Team): શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વિપરાજ નિગમ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.
જાપાન સ્ક્વોડ (Japanese Cricket Team): કેન્ડલ ફ્લેમિંગ (કેપ્ટન), એલેસ્ટર ફ્લેમિંગ, કોહેઈ કુબોટા, ડેક્લાન સુઝુકી, ત્સુયોશી તાકાડા, માકોટો તાનિયામા, લાચલન યામામોટો લેક, બેન્જામિન ઈટો ડેવિસ, જેક કુસુડા નેર્ન, રિયો સકુરાનો થૉમસ, ઈબ્રાહિમ તાકાહાશી, શોમા સ્લેટર, વાતરુ મિયાઉચી, શિરાઈ પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા હિંજેવ.
