India vs India A match: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સીરિઝ 20 જૂનથી રમાશે. આ મહત્વપૂર્ણ સીરિઝ માટે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી છે. સારા સમાચાર એ છે કે કેએલ રાહુલ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી બેટ સાથે શાનદાર ફોર્મમાં છે. તેણે બેકનહામ ખાતે ભારત અને ભારત A ઇન્ટ્રા-સ્ક્વોડ વોર્મ-અપ મેચમાં અડધી સદી ફટકારી છે.
ભારત અને ભારત A ઇન્ટ્રા-સ્ક્વોડ વોર્મ-અપ મેચ
20 જૂનથી શરૂ થનારી ટેસ્ટ સીરિઝ પહેલા તૈયારીની દ્રષ્ટિએ ભારત અને ભારત A વચ્ચે રમાઈ રહેલી મેચ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કોઈને પણ આ મેચ જોવાની મંજૂરી નથી. ભારતીય ટીમ મેનેજમેન્ટ કોઈ પણ દર્શકો વિના, કોઈપણ બ્રોડકાસ્ટર અને મીડિયા કર્મચારીઓ આ ઇન્ટ્રા-સ્ક્વોડ મેચનું આયોજન કરી રહ્યું છે. આ મેચ સંબંધિત એકમાત્ર અપડેટ BCCI ના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા આપવામાં આવ્યું છે.
? Beckenham
— BCCI (@BCCI) June 13, 2025
A solid Opening Day in the Intra-Squad game!
Half-centuries for KL Rahul & Captain Shubman Gill ? ?
Shardul Thakur amongst the wickets ? ? pic.twitter.com/7lfEFoL4KE
ભારતીય ક્રિકેટ બોર્ડે X પર પોસ્ટ કર્યું છે કે શુભમન ગિલે ઇન્ટ્રા-સ્ક્વોડ વોર્મ-અપ મેચમાં શાનદાર અડધી સદી ફટકારીને પોતાની કેપ્ટનશીપની શરૂઆત કરી છે. કેએલ રાહુલ અને કેપ્ટન શુભમન ગિલે આ મેચમાં અડધી સદી ફટકારી છે. નવા કેપ્ટન શુભમન ગિલની ઇનિંગ ભારત માટે સૌથી મોટી રાહત છે. અનુભવી ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે પણ વિકેટ લીધી છે.
