India tour of South Africa: હાલ ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં ટી-20 અને વન ડે સિરીઝ બાદ હવે આગામી 26 ડિસેમ્બરના રોજથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે તે પહેલા ભારતીય ટીમમાંથી રૂતુરાજ ગાયકવાડ બહાર થઈ ગયો છે. જેના સ્થાને બંગાળના ડોમેસ્ટિક ક્રિકેટર અભિમન્યુ ઈશ્વરનને ટીમમાં એન્ટ્રી મળી છે.
અભિમન્યુ ઈશ્વરન છેલ્લા ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર પર્ફોર્મન્સ કરી રહ્યો છે. આ વાતનો જ તેને રિવોર્ડ મળ્યો છે. અભિમન્યુ ઈશ્વરન પહેલા પણ બે વખત ભારતીય સ્કવોર્ડમાં સામેલ થઈ ચૂક્યો છે. જો કે, અત્યાર સુધીમાં તેને ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું નથી. આ વખતે અભિમન્યુ ઈશ્વરનને રમાડી શકાય છે.
અગાઉ, વર્ષ 2021માં ઈંગ્લેન્ડ ટૂર અને વર્ષ 2022માં બાંગ્લાદેશ ટૂર પર તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ડબ્લ્યૂટીસી ફાઈનલ 2019-21માં પણ તે સ્ટેન્ડબાય હતો.
અભિમન્યુ ઈશ્વરનના ડોમેસ્ટિક કરિયરની વાત કરીએ તો, 29 વર્ષીય ક્રિકેટરે 88 ફર્સ્ટ ક્લાસ મેચમાં 47.24ના એવરેજથી 6567 રન બનાવ્યા છે. તે 22 સેન્ચુરી અને 26 હાફ સેન્ચુરી પણ ફટકારી ચૂક્યો છે. લિસ્ટ એમાં 88 મેચમાં 47.49ની એવરેજથી 3847 રન ફટકાર્યા છે. જેમાં તેને 9 સેન્ચુરી અને 23 હાફ સેન્ચુરી ફટકારી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
