IND vs AFG T20I: અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી T20I સિરીઝ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા 15 સભ્યોની ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. એશિયન ગેમ્સની તૈયારીઓના ભાગરૂપે જાહેર કરાયેલી આ ટીમનું સુકાન અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યરને સોંપવામાં આવ્યું છે. આ સિરીઝમાં સૌથી વધુ ધ્યાન 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીની પસંદગી પર ખેંચાયું છે, જેણે પોતાના પ્રદર્શનથી આયરલેન્ડ અને સ્થાનિક ક્રિકેટમાં ભારે સન્સનાટી મચાવી છે.
આ ત્રણેય T20 મેચો દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાશે. રસપ્રદ વાત એ છે કે, ભારત પોતાના ઘરઆંગણે રમી રહ્યું હોવા છતાં આ સિરીઝમાં અફઘાનિસ્તાન 'હોસ્ટ નેશન' (યજમાન દેશ) તરીકે રમાડવામાં આવશે.
દિલ્હીમાં રમાશે તમામ મેચો
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ શ્રેણીની તમામ મેચો દિલ્હી ખાતે સાંજે 7:00 વાગ્યાથી શરૂ થશે.
- પ્રથમ T20 મેચ: 13 સપ્ટેમ્બર
- બીજી T20 મેચ: 15 સપ્ટેમ્બર
- ત્રીજી T20 મેચ: 17 સપ્ટેમ્બર
ઈજા અને ફિટનેસ ચિંતાનો વિષય
ટીમમાં કેટલાક એવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે જેઓ હાલમાં ઈજામાંથી ઉભરી રહ્યા છે. નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ અને હર્ષિત રાણાને ફિટનેસના આધારે ટીમમાં સામેલ કરાયા છે. આ ચારેય ખેલાડીઓ હાલ બેંગલુરુ સ્થિત બોર્ડના 'સેન્ટર ઓફ એક્સેલન્સ' (CoE) ખાતે રિહેબિલિટેશન હેઠળ છે. ત્યાંથી ફિટનેસ સર્ટિફિકેટ મળ્યા બાદ જ તેઓ ટીમ સાથે જોડાશે.
અફઘાનિસ્તાન સામે ભારતીય T20 સ્ક્વોડ
શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, રવિ બિશ્નોઈ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા.
