Jemimah Rodrigues Video: જેમિમા રોડ્રિગ્સને સલામ... ભારતની ઐતિહાસિક જીત બાદ ફેન્સમાં છવાયો આનંદ, રિએક્શન્સ VIRAL

મહિલા વિશ્વ કપ 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતની આ ધમાકેદાર જીત બાદ સમગ્ર દેશના લોકોનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 31 Oct 2025 09:26 AM (IST)Updated: Fri, 31 Oct 2025 09:26 AM (IST)
india-create-history-enter-icc-womens-world-cup-final-jemimah-rodrigues-wins-hearts-online

Jemimah Rodrigues, IND W vs AUS W: ભારતીય મહિલા ટીમે આઈસીસી મહિલા વિશ્વ કપ 2025ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. નવી મુંબઈમાં યોજાયેલી આ મેચમાં ભારતે 339 રનના ઐતિહાસિક લક્ષ્યનો સફળતાપૂર્વક પીછો કર્યો હતો. આ જીત જેમિમા રોડ્રિગ્સ અને કેપ્ટન હરમનપ્રીત કૌરની શાનદાર ઇનિંગ્સના કારણે મળી હતી. ભારતની આ ધમાકેદાર જીત બાદ સમગ્ર દેશના લોકોનું માથું ગર્વથી ઊંચું થઈ ગયું છે.

ફેન્સ સહિત દિગ્ગજોએ ભારતીય ટીમને પાઠવ્યા અભિનંદન

જ્યારે ભારતે વિજયી રન પૂરો કર્યો, સોશિયલ મીડિયા પર ફેન્સ પોતાની પ્રતિક્રિયાઓ આપતા ભારતીય મહિલા ટીમને અભિનંદન આપી રહ્યા હતા. એક યુઝરે X પર લખ્યું કે રાતના 10:45 વાગ્યા છે અને હું જોર જોરથી રડી રહ્યો છું… થેન્ક યુ ઇન્ડિયા! થેન્ક યુ સો મચ! અન્ય એક યુઝરે ‘જેમિમા રોડ્રિગ્સને સલામ’ એમ લખ્યું હતું, જ્યારે અન્ય એક યુઝરે તેમને 'A bow to you Jemimah Rodrigues' કહીને સલામ કર્યું.

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર, ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર અને હરભજન સિંહ સહિતના દિગ્ગજોના રિએક્શન્સ પણ સામે આવ્યા છે. સચિન તેંડુલકરે @JemiRodrigues અને @ImHarmanpreet ને અભિનંદન આપ્યા અને લખ્યું 'Fabulous victory! '.

ગૌતમ ગંભીરે લખ્યું, 'It ain’t over till it’s over! What a performance girls'.

હરભજન સિંહે ટીમને અભિનંદન આપતા કહ્યું કે અમારી છોકરીઓ કોઈનાથી ઓછી નથી. તમારા બધા પર ખૂબ ગર્વ છે. The BIg Final માટે તૈયાર રહો.

ભારતીય મહિલા ટીમે ફાઇનલમાં મેળવ્યું સ્થાન

આઈસીસી મહિલા વિશ્વ કપની બીજી સેમિફાઇનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરીને 338 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. તે સમયે એવું લાગી રહ્યું હતું કે ભારત માટે આ લક્ષ્ય હાંસલ કરવું લગભગ અશક્ય હશે. જો કે ભારતીય મહિલાઓએ આ પડકાર સ્વીકાર્યો અને પોતાના ઘરેલું મેદાન પર ઇતિહાસ રચવાનો નિર્ધાર કર્યો.

લક્ષ્યનો પીછો કરતા ભારતે શરૂઆતમાં જ બંને ઓપનર શેફાલી વર્મા અને સ્મૃતિ મંધાનાની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સે ત્રીજી વિકેટ માટે 167 રનની રેકોર્ડ ભાગીદારી કરીને બાજી પલટી નાખી.

જ્યારે કૌર આઉટ થઈ ત્યારે ભારતનો સ્કોર 226/3 હતો. રોડ્રિગ્સે ધીરજ જાળવી રાખી અને શાનદાર સદી ફટકારીને ભારતને જીતની નજીક પહોંચાડ્યું. જેમિમા અંત સુધી ક્રિઝ પર ટકી રહી અને ટીમને 9 બોલ બાકી હતા ત્યારે ઐતિહાસિક જીત અપાવી. જેમિમાના બેટમાંથી નાબાદ 127 રન નીકળ્યા, જેમાં 14 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ જીત સાથે ભારત ત્રીજી વખત વિશ્વ કપ ફાઇનલમાં પહોંચ્યું છે.