LIVE BLOG

IND vs WI Live Score: ટીમ ઈન્ડિયાને મળી બીજી સફળતા, પ્રિન્સ યાદવે હેટમાયરને પેવેલિયન ભેગો કર્યો

IND vs WI 4th T20 Live Score Updates: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ચોથી T20 મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છ. ટીમ ઈન્ડિયાનો લક્ષ્ય શ્રેણી જીતવાનો રહેશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 14 Oct 2026 06:21 PM (IST)Updated: Wed 14 Oct 2026 07:48 PM (IST)
ind-vs-wi-4th-t20i-live-cricket-score-india-vs-west-indies-full-scorecard-updates-wickets-and-match-highlights-lb

IND vs WI 4th T20I Live Score & Full Scorecard: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની ચોથી T20 મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ટીમ ઈન્ડિયા પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ છે. શ્રેયસ અય્યરના નેતૃત્વવાળી ટીમ આ ચોથી મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવાનો પ્રયાસ કરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જીત મેળવીને શ્રેણીમાં વાપસી કરવાનો પ્રયાસ કરશે.

હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયા અત્યાર સુધી અજેય રહી છે અને ત્યાં ક્યારેય કોઈ મેચ હારી નથી. ભારતે આ મેદાન પર ચાર મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત મેળવી છે, જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું ન હતું.

14 Oct 2026, 07:48 PM

પાવરપ્લે સમાપ્ત

ભારત સામેની ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે તોફાની શરૂઆત કરી હતી. જોકે પાવરપ્લે દરમિયાન વેસ્ટ ઈન્ડિઝે એક વિકેટ ગુમાવી હતી, પરંતુ તેમણે 79 રન ફટકાર્યા હતા. T20માં ટીમ ઈન્ડિયા સામે નોંધાયેલો આ અત્યાર સુધીનો સર્વોચ્ચ પાવરપ્લે સ્કોર છે. છ ઓવર પછી મહેમાન ટીમનો સ્કોર 1 વિકેટે 79 રન છે, જેમાં કેપ્ટન શાઈ હોપ (28*) અને શિમરોન હેટમાયર (17*) અણનમ છે.

14 Oct 2026, 07:34 PM

એન્ડ્રુ આઉટ

સ્પિનર અક્ષર પટેલે વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતને પ્રથમ સફળતા અપાવી છે. તેણે શાનદાર બેટિંગ કરી રહેલા જ્વેલ એન્ડ્રુને 21 રનના સ્કોર પર આઉટ કર્યો. 5 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 60/1 છે. કેપ્ટન શાઈ હોપ 27* રન પર બેટિંગ કરી રહ્યો છે, જ્યારે શિમરોન હેટમાયર ક્રિઝ પર આવ્યો છે.

14 Oct 2026, 07:34 PM

વેસ્ટ ઈન્ડિઝે 50 રનનો આંકડો પાર કર્યો

ભારત સામેની ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે શાનદાર શરૂઆત કરી છે. ટીમે માત્ર 3.3 ઓવરમાં જ 50 રનનો આંકડો પાર કરી લીધો છે. હાલમાં જ્વેલ એન્ડ્રુ અને શાઈ હોપ વેસ્ટ ઈન્ડિઝ માટે બેટિંગ કરી રહ્યા છે.

14 Oct 2026, 07:13 PM

વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સ શરૂ

ભારત સામેની ચોથી T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝે પોતાની ઈનિંગ્સ શરૂ કરી છે. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ઓપનર્સ શાઈ હોપ અને જ્વેલ એન્ડ્રુ મેદાનમાં ઉતર્યા છે. કેપ્ટન શ્રેયસ અય્યરે ઝડપી બોલર મયંક યાદવને પ્રથમ ઓવર સોંપી છે.

14 Oct 2026, 06:50 PM

વેસ્ટ ઈન્ડિઝની પ્લેઈંગ ઈલેવન

શાઈ હોપ (વિકેટકીપર), જ્વેલ એન્ડ્રુ, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, શમાર સ્પ્રિંગર, ગુડાકેશ મોતી, શમાર જોસેફ.

14 Oct 2026, 06:48 PM

ભારતની પ્લેઈંગ ઈલેવન

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ.

14 Oct 2026, 06:46 PM

ભારતે ટોસ જીત્યો

વેસ્ટ ઈન્ડિઝ સામેની ચોથી T20 મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કર્યો નથી.

14 Oct 2026, 06:27 PM

હૈદરાબાદમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે. ટીમ ઈન્ડિયાએ ત્યાં ચાર મેચ રમી છે, જેમાંથી ત્રણમાં જીત મેળવી છે, જ્યારે એક મેચ પરિણામ વિના સમાપ્ત થઈ હતી.

14 Oct 2026, 06:27 PM

ભારતની ટીમ

સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નમન ધીર, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, વૈભવ સૂર્યવંશી, કુલદીપ યાદવ.

14 Oct 2026, 06:27 PM

વેસ્ટ ઈન્ડિઝની ટીમ

શાઇ હોપ (વિકેટકીપર), કામિલ પૂરન, શિમરોન હેટમાયર, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, કીમો પોલ, શમર સ્પ્રિંગર, રોસ્ટન ચેઝ, ગુડાકેશ મોતી, શમર જોસેફ, અકીલ હુસૈન, આમીર જંગૂ, રોમારિયો શેફર્ડ, મેથ્યૂ ફોર્ડ.