IND vs WI 3rd T20: આજે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ, ક્યાં અને કેવી રીતે જોવું મેચનું લાઈવ સ્ટ્રીમિંગ?

IND vs WI 3rd T20: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચ આજે 11 ઓક્ટોબર, રવિવારના રોજ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 11 Oct 2026 09:51 AM (IST)Updated: Sun, 11 Oct 2026 09:51 AM (IST)
ind-vs-wi-3rd-t20-live-streaming-where-to-watch-india-vs-west-indies-match-live-telecast-in-india
India vs West Indies 3rd T20 Live Streaming

India vs West Indies 3rd T20 Live Streaming: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝ હાલમાં 1-1 ની બરાબરી પર છે. ભારતે પ્રથમ મુકાબલાને આઠ વિકેટે જીતીને શાનદાર શરૂઆત કરી હતી. જ્યારે બીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે 250 રનના લક્ષ્યાંકને પ્રાપ્ત કરીને ભારતને ભારે હાર આપી હતી. હવે બંને ટીમની નજર ત્રીજી મેચ જીતીને સિરીઝમાં અગ્રતા મેળવવા પર રહેશે. જાણો ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રીજી T20 મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને કેવી રીતે જોવું.

રાંચીમાં શાઈ હોપની સદીથી ભારત હાર્યું

ભારતીય ટીમને બીજી ટી20 મેચમાં 249 રન બનાવ્યા છતા પણ હારનો સામનો કરવો પડ્યો હતો. રાંચીમાં યોજાયેલા મુકાબલામાં શાઈ હોપે 102 રનની શાનદાર ઈનિંગ્સ રમીને ટીમ ઈન્ડિયાના હાથમાંથી જીત છીનવી લીધી હતી. હવે ભારત ત્રીજી મેચમાં વેસ્ટ ઈન્ડીઝને હરાવીને સિરીઝમાં ફરી એકવાર મજબૂત સ્થિતિ મેળવવાનો પ્રયાસ કરશે.

IND vs WI: ત્રીજા T20 મુકાબલાની સંપૂર્ણ વિગત

આવા સમયે, ચાલો જાણીએ કે ત્રીજો ટી20 મુકાબલો ક્યારે અને ક્યાં થશે? સાથે જ એ પણ જાણી લઈએ કે ફેન્સ ટીવી અને મોબાઈલ પર આ મેચ કેવી રીતે જોઈ શકે છે?

IND vs WI 3rd T20: ત્રીજી ટી20 મેચ ક્યારે રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજીટી20 મેચ આજે 11 ઓક્ટોબર, રવિવારના રોજ રમાશે.

IND vs WI 3rd T20: ત્રીજી T20 મેચ ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજીટી20 મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાશે.

IND vs WI 3rd T20: મેચ કેટલા વાગ્યે શરૂ થશે?

ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજીટી20 મેચ સાંજે 7:00 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ અડધો કલાક પહેલા સાંજે 6:30 વાગ્યે થશે.

IND vs WI 3rd T20: ક્યાં અને કેવી રીતે જોવી મેચ?

  • ટીવી પર લાઈવ પ્રસારણ (TV Broadcast): ભારત અને વેસ્ટ ઈન્ડીઝવચ્ચેના ત્રીજા ટી20 મુકાબલાને ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જોઈ શકાય છે.
  • મોબાઈલ અને ડિજિટલ સ્ટ્રીમિંગ (Live Streaming): ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે ત્રીજી T20 મેચ મોબાઇલ પર જીયો હોટસ્ટાર એપ પર જોઈ શકાય છે.

IND vs WI T20 Series: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોડ

ભારતીય ટીમ (India T20 Squad): શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજૂ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતિશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, મયંક યાદવ અને નમન ધીર.

વેસ્ટ ઈન્ડિઝ ટીમ (West Indies T20 Squad): શાહ હોપ (કેપ્ટન, વિકેટકીપર), જ્વેલ એન્ડ્ર્યુ (વિકેટકીપર), આમિર જાંગૂ (વિકેટકીપર), રોસ્ટન ચેઝ, મેથ્યુ ફોર્ડ, શિમરોન હેટમાયર, અકીલ હોસેન, શમાર જોસેફ, ગુડાકેશ મોતી, કીમો પોલ, કામિલ પૂરન, રોવમેન પોવેલ, શેરફેન રધરફોર્ડ, ક્વેન્ટિન સેમ્પસન, રોમારિયો શેફર્ડ અને શમાર સ્પ્રિંગર.