IND vs WI 1st ODI: રોહિત-કોહલીની વાપસીથી મજબૂત થશે ટીમ ઈન્ડિયા, જાણો સંભવિત પ્લેઈંગ-11 અને પીચ રિપોર્ટ

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ વન-ડે મેચ આજે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ તિરૂવનંતપુરમમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 27 Sep 2026 10:58 AM (IST)Updated: Sun, 27 Sep 2026 10:58 AM (IST)
ind-vs-wi-1st-odi-playing-11-india-vs-west-indies-squad-prediction-pitch-report
IND vs WI 1st ODI Playing 11

IND vs WI 1st ODI Playing 11: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની વન-ડે સિરીઝનો પ્રથમ મુકાબલો આજે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારતીય ટીમનીકપ્તાની શુભમન ગિલ કરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની કમાન શાઈ હોપના હાથમાં રહેશે. રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસીથી ભારતીય ટીમ વધુ મજબૂત પ્લેઈંગ-11 સાથે મેદાનમાં ઉતરશે.

RO-KO પર નજર, નીતિશ કુમાર સામે પડકાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં માત્ર વન-ડે ફોર્મેટમાં સક્રિય એવા રોહિત શર્મા અને વિરાટ કોહલી પર સૌની ખાસ નજર રહેશે. આ સિવાય ઈજામાંથી વાપસી કરીને અફઘાનિસ્તાન સામે શાનદાર પ્રદર્શન કરનારા ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી પર પણ વિશેષ ધ્યાન રહેશે.

જોકે, વેસ્ટ ઈન્ડિઝ સામે નીતિશ ચારથી વધુ ઓવર બોલિંગ કરી શકે છે કે નહીં અને સતત સારી ઝડપ જાળવી શકે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ રહેશે. આ ઉપરાંત, કપ્તાન શુભમન ગિલ અને કેએલ રાહુલ પણ આ વનડે સિરીઝમાં પોતાની છાપ છોડવા આતુર રહેશે.

ટોપ ઓર્ડર નક્કી, મિડલ ઓર્ડરમાં નવા ચહેરાઓ

ભારતીય ટીમનો ટોપ ઓર્ડર પહેલેથી જ નક્કી છે. રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલ ઈનિંગ્સની શરૂઆત કરશે, જ્યારે વિરાટ કોહલી ત્રીજા નંબર પર બેટિંગ કરશે. આ અનુભવી બેટ્સમેનોની હાજરીના કારણે યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલે તકની રાહ જોવી પડશે.

એશિયન ગેમ્સમાં ભારતીય ટીમ સાથે હોવાના કારણે મિડલ ઓર્ડરના નિયમિત ખેલાડીઓ શ્રેયસ અય્યર અને ઈશાન કિશન આ મેચમાં નથી. આ પરિસ્થિતિમાં ઋતુરાજ ગાયકવાડને ચોથા નંબરની જવાબદારી મળી શકે છે. ત્યારબાદ કેએલ રાહુલ પાંચમા નંબરે અને ધ્રુવ જુરેલ છઠ્ઠા નંબરે રમી શકે છે. આ ઉપરાંત, યુવા ખેલાડી નમન ધીરને ડેબ્યૂ કરવાની તક મળે છે કે નહીં તે જાણવું રસપ્રદ રહેશે.

રવીન્દ્ર જાડેજાની વાપસી અને બોલિંગ આક્રમણ

ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની વાપસી પણ નક્કી છે, જે સ્પિન અને બેટિંગ બંને વિભાગમાં ઉપયોગી સાબિત થશે. બોલિંગ વિભાગની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણા હાલમાં સરાહનીય ફોર્મમાં છે, જ્યારે મોહમ્મદ સિરાજની પણ ટીમમાં વાપસી થઈ છે. મુખ્ય સ્પિનર તરીકે કુલદીપ યાદવ આક્રમણની આગેવાની કરશે.

ભારતીય સંભવિત પ્લેઈંગ-11 (Playing 11)

વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વન-ડે માટે ભારતીય ક્રિકેટ ટીમની સંભવિત પ્લેઈંગ-11 રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, કુલદીપ યાદવ, પ્રસિદ્ધ કૃષ્ણ અને મોહમ્મદ સિરાજ સામેલ હોય તેવી સંભાવના છે.

IND vs WI: પીચ રિપોર્ટ અને હવામાન આગાહી

તિરૂવનંતપુરમના ગ્રીનફીલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં અત્યાર સુધી બે વન-ડે મેચનું આયોજન થયું છે, જ્યાં સામાન્ય રીતે ફાસ્ટ બોલરોને મદદ મળતી જોવા મળી છે. વધુમાં, હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ તિરુવનંતપુરમમાં વરસાદ પડવાની પણ શક્યતા છે.