IND vs WI 1st ODI: ભારત અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ વન-ડે મુકાબલો લાઈવ ક્યાં અને કેવી રીતે જોવો?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી વન-ડે સિરીઝની પ્રથમ મેચ તિરુવનંતપુરમમાં રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 26 Sep 2026 03:54 PM (IST)Updated: Sat, 26 Sep 2026 03:54 PM (IST)
ind-vs-wi-1st-odi-live-streaming-how-to-watch-india-vs-west-indies-match-tv-channels-and-mobile-app
IND vs WI 1st ODI Live Streaming

IND vs WI 1st ODI Live Streaming: આવતીકાલ 27 સપ્ટેમ્બરથી વેસ્ટ ઈન્ડિઝની ટીમ ભારતના ક્રિકેટ પ્રવાસે છે. કાલે 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ તિરુવનંતપુરમમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરીઝની પ્રથમ મેચ રમાશે. શુભમન ગિલની કપ્તાની હેઠળ ભારતીય ટીમ શાઈ હોપની આગેવાની વાળી વેસ્ટ ઈન્ડિઝ ટીમ સામે ટકરાશે. આ વન-ડે સિરીઝ સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી મેદાન પર પુનઃ વાપસી કરી રહ્યા છે.

IND vs WI 1st ODI: સમય, સ્થળ અને સ્ટ્રીમિંગની વિગતો

IND vs WI 1st ODI: ક્યારે અને ક્યાં રમાશે?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ 27 સપ્ટેમ્બર, રવિવારના રોજ તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.

IND vs WI 1st ODI: મેચ શરૂ થવાનો સમય

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આ મુકાબલો ભારતીય સમયાનુસાર (IST) બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.

IND vs WI 1st ODI: લાઈવ મેચ ક્યાં જોવી?

ટીવી પર પ્રસારણ (TV Broadcast): ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી આ મેચનું લાઈવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક (Star Sports Network) પર કરવામાં આવશે.

ઓનલાઈન સ્ટ્રીમિંગ (Live Streaming): ચાહકો મોબાઈલ અને ડિજિટલ પ્લેટફોર્મ પર JioHotstar (જિયો હોટસ્ટાર) એપ અને વેબસાઈટ પર આ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

પ્લેઇંગ-11 અને ઓપનિંગ જોડીનું ધર્મસંકટ

વિરાટ કોહલીની ઈજાના કારણે યશસ્વી જયસ્વાલે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચ રમી હતી, જેના કારણે કપ્તાન ગિલને બેટિંગ ઓર્ડરમાં એક સ્થાન નીચે એટલે કે નંબર 3 પર રમવું પડ્યું હતું. ઈંગ્લેન્ડ સામેની વન-ડે સિરીઝમાં કોહલીની વાપસી થતાં જ ગિલ ફરીથી ટોપ ઓર્ડરમાં આવી ગયો અને જયસ્વાલ સંપૂર્ણપણે ટીમમાંથી બહાર થઈ ગયો હતો.

હવે જયસ્વાલની ટીમમાં વાપસી થતાં તથા શ્રેયસ અય્યર અને ઈશાન કિશન એશિયન ગેમ્સ માટેની ટીમમાં હોવાના કારણે ટીમ મેનેજમેન્ટ સામે મોટો પડકાર ઉભો થયો છે. પ્રથમ મેચથી જ રોહિત શર્મા સાથે ઓપનિંગમાં જયસ્વાલને પાછો લાવવો કે પછી રોહિત-ગિલની ઓપનિંગ જોડી સાથે જ આગળ વધવું તે અંગે નિર્ણય લેવો ટીમ મેનેજમેન્ટ માટે મુશ્કેલ બની રહ્યો છે.