IND vs SL 2nd Test Playing 11: ગાલે સ્ટેડિયમમાં શ્રીલંકા સામે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ હવે ભારતીય ટીમ હવે કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ખાતે આજે રવિવારથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ મેચ માટે સજ્જ થઈ ગઈ છે. જોકે, હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન શુભમન ગીલ બીજી ટેસ્ટની પ્લેઈંગ-11 માં મોટો ફેરફાર કરે તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે.
10 વિકેટ સાથે માનવ સુથારે મચાવી ધમાલ
શ્રીલંકા સામે ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય સ્પિનર્સે કમાલનું પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને યુવા સ્પિનર માનવ સુથારે પ્રથમ ટેસ્ટમાં 10 વિકેટ ઝડપીને હતી. જ્યારે અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને 4 વિકેટ મળી હતી. જોકે, બોલર કુલદીપ યાદવ પ્રથમ ટેસ્ટમાં 25 ઓવર બોલિંગ કરવા છતાં માત્ર 1 વિકેટ જ મેળવી શક્યો હતો. આ નબળા પ્રદર્શનને કારણે બીજી ટેસ્ટમાં તેના સ્થાને નવા ખેલાડીને તક આપવામાં આવી શકે છે.
33 વર્ષીય સારાંશ જૈન કરી શકે છે ડેબ્યૂ
બીજી ટેસ્ટમાં કુલદીપ યાદવના સ્થાને મધ્યપ્રદેશના 33 વર્ષીય ઓફ-સ્પિનર સારાંશ જૈનને ડેબ્યૂ કરવાની સુવર્ણ તક મળી શકે છે. સારાંશ જૈન ઘરેલુ ક્રિકેટમાં શાનદાર ટ્રેક રેકોર્ડ ધરાવે છે, જ્યાં તેણે 54 First-Class મેચોમાં 188 વિકેટ ઝડપી છે.બીજી ટેસ્ટ મેચ શરૂ થવાના બે દિવસ પહેલા સારાંશ જૈને સખત બોલિંગ પ્રેક્ટિસ કરી હતી.
વધુમાં, બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા તેને બેટિંગ પ્રેક્ટિસ કરવાની તક પણ આપવામાં આવી હતી. બીજી તરફ, કુલદીપ યાદવે મેચના બે દિવસ પહેલા આરામ કર્યો હતો અને મેચના એક દિવસ અગાઉ તે નેટ્સ પર પણ હાજર રહ્યો ન હતો. આ સંકેતો સ્પષ્ટ કરે છે કે સારાંશ જૈન બીજી ટેસ્ટની પ્લેઈંગ-11 માં સામેલ થઈ શકે છે.
IND vs SL 2nd Test: સંભવિત Playing 11
ઓપનર્સ: યશસ્વી જયસ્વાલ અને કેએલ રાહુલ
મિડલ ઓર્ડર: દેવદત્ત પડિક્કલ, શુભમન ગીલ (કેપ્ટન)
વિકેટકીપર અને ઓલરાઉન્ડર: ધ્રુવ જુરેલ, ઋષભ પંત (વિકેટકીપર) અને રવીન્દ્ર જાડેજા
બોલર્સ: માનવ સુથાર, કુલદીપ યાદવ/સારાંશ જૈન, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા
શ્રીલંકાની ટીમ પણ કરશે મહત્વના ફેરફાર
શ્રીલંકાની ટીમ પણ બીજી ટેસ્ટ માટે પ્લેઈંગ-11 માં ફેરફાર કરવા જઈ રહી છે. શ્રીલંકન કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ પુષ્ટિ કરી છે કે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઓપનર નિશાન મદુશ્કાને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને તેના સ્થાને બેટ્સમેન કામિલ મિશારા ઈન્ટરનેશનલ ડેબ્યૂ કરશે. મિશારાએ શ્રીલંકા 'A' ટીમ માટે શાનદાર રન બનાવ્યા છે.
ડાબા અને જમણા હાથના બેટ્સમેનોના યોગ્ય સંયોજન માટે મિશારાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત શ્રીલંકન ટીમમાં સહાન અરાચ્ચિગેને પણ સામેલ કરવામાં આવ્યો છે, જેણે ભારત 'A' સામેની બિનસત્તાવાર ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
શ્રીલંકાની સંભવિત Playing 11
કામિલ મિશારા, લાહિરુ ઉદારા, પસિંદુ સૂર્યાબંદરા, કામિન્દુ મેન્ડિસ, ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનૂષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવાંથા, પ્રભાત જયસૂર્યા, લાહિરુ કુમારા, અસિથા ફર્નાન્ડો.
