IND vs SA 2nd ODI: વધુ એક ટોસ અને બન્યો શરમજનક વર્લ્ડ રેકોર્ડ! ટીમ ઈન્ડિયા સિક્કાની જંગ 20મી વખત હાર્યું

ભારતીય ક્રિકેટ ટીમે સતત 20મી વખત ODI ટોસ હારીને એક નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ સિલસિલો 2023ના વર્લ્ડ કપ ફાઇનલથી શરૂ થયો હતો

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 03 Dec 2025 07:04 PM (IST)Updated: Wed, 03 Dec 2025 07:04 PM (IST)
ind-vs-sa-2nd-odi-india-set-a-world-record-for-losing-the-toss-team-india-lost-the-toss-20-times

IND vs SA 2nd ODI Toss: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ODI ક્રિકેટમાં એક વિચિત્ર અને અવિશ્વસનીય દુર્ભાગ્યનો સામનો કરી રહી છે. ટીમ સતત 20મી વખત ટોસ હાર્યું છે, જે એક નવો વિશ્વ રેકોર્ડ છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ODIમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આમ, રાયપુરના મેદાન પર પણ ટીમ ઇન્ડિયાનું નસીબ બદલાયું નહીં.

ભારત 20મી વખત ટોસ હાર્યું
ભારતનો ODIમાં ટોસ હારવાનો રેકોર્ડ (India 20th Toss Lost Record) 2023ના વર્લ્ડ કપ ફાઇનલ (Ahmedabad)થી શરૂ થયો હતો અને અત્યાર સુધી કેપ્ટનો - રોહિત શર્મા , કેએલ રાહુલ અને શુભમન ગિલ બદલાયા પણ ટોસ હારવાનો ક્રમ યથાવત રહ્યો છે.

3 ડિસેમ્બર, 2025 સુધીમાં ભારત સતત 20 વનડે ટોસ હારી ગયું છે. આ એક શરમજનક રેકોર્ડ છે જેનાથી ચાહકો નિરાશ થયા છે.

ટોસ હાર્યા બાદ કેપ્ટન કેએલ રાહુલં કહ્યું કે, ભારતમાં હાલ ઘણું ડ્યૂ જોવા મળે છે, અમે જ્યાં પણ રમીએ છીએ ત્યાં ડયૂની આશા લગાવીએ છીએ. બોલર્સ સાથે આ અંગે વાત કરી છે. કેટલીક રણનીતિઓ અને કેટલીક વસ્તુઓ વિશે અમે વાત કરી છે અને મને લાગે છે કે અમે ગત મેચમાં ખરેખરમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેનાથી અમારા બોલર્સને ઘણો જ આત્મવિશ્વાસ મળશે. અગાઉ આ

અગાઉ આ રેકોર્ડ કોના નામે હતો ?
અગાઉ આ અનિચ્છનીય રેકોર્ડ નેધરલેન્ડ્સના નામે હતો, જેણે 2011 અને 2013 વચ્ચે સતત 11 ટોસ હાર્યા હતા, જ્યારે ભારતે આ આંકડો લગભગ બમણો કરી દીધો છે. સતત 20 વખત ટોસ હારવાની તક 1 મિલિયનમાંથી એક (આશરે 0.000095%) છે, જે તેને લગભગ અશક્ય બનાવે છે.

એટલે કે જો કોઈ આ પ્રકારની ઘટના કે ટોસ ઉછાળવાની પ્રક્રિયા 10 લાખ વખત થાય તો તેમાં એક વાર જ એવું થશે કે જ્યારે કોઈ ટીમ સતત 20 વખત ટોસ હારે. આ રીતે ભારતીય ટીમના નામે ઘણો જ શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે.

કઈ શ્રેણીમાં ટોસ હાર્યા?
2023 વર્લ્ડ કપ ફાઇનલ, ઇંગ્લેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણી, ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ, દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન શ્રેણીની પહેલી અને બીજી વનડે.

કયા કેપ્ટનના નેતૃત્વમાં ભારત ટોસ જીતી શક્યું ન હતું ?

  • રોહિત શર્મા – 12 વખત ટોસ હાર્યો
  • કેએલ રાહુલ – 5 વખત ટોસ હાર્યો
  • શુભમન ગિલ – 3 વખત ટોસ હાર્યો