IND vs NZ ODI Series 2026: ભારતીય ક્રિકેટ ટીમ ઓક્ટોબર 2026 થી ડિસેમ્બર 2026 દરમિયાન ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે. આ ક્રિકેટ પ્રવાસ દરમિયાન પ્રથમ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી T20I સિરીઝમાં ભારતે 3-2 થી જીત મેળવી હતી. હવે 4 નવેમ્બર, બુધવારથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ODI સિરીઝ શરુ થઈ રહી છે. વાંચો ODI સિરીઝની તમામ મેચ શરૂ થવાનો સમય, સ્થળ અને લાઈવ પ્રસારણની તમામ વિગતો.
ભારત અને ન્યૂઝીલેન્ડ ODI સિરીઝની પ્રથમ મેચ 4 નવેમ્બર, બુધવારે રમાશે. વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઈ છે. પ્રથમ ત્રણ મેચમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે, જ્યારે બાકીની બે મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે.
ભારત vs ન્યૂઝીલેન્ડ વનડે સિરીઝ 2026 (IND vs NZ ODI Series 2026)
- પ્રથમ ODI: 4 નવેમ્બર, બુધવાર 2026 (ઈડન પાર્ક, ઓકલેન્ડ) સવારે 7:30 IST
- બીજી ODI: 7 નવેમ્બર, શનિવાર 2026 (હેનરી સ્ટેડિયમ, વેલિંગ્ટન) સવારે 7:30 IST
- ત્રીજી ODI: 10 નવેમ્બર, મંગળવાર 2026 (સેડન પાર્ક, હેમિલ્ટન) સવારે 7:30 IST
- ચોથી ODI: 13 નવેમ્બર, શુક્રવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 7:30 IST
- પાંચમી ODI: 15 નવેમ્બર, રવિવાર 2026 (બે ઓવલ, તૌરંગા) સવારે 7:30 IST
IND vs NZ ODI Series: બંને ટીમની સંપૂર્ણ સ્ક્વોર્ડ
ભારતીય ODI Squad (Match 1-3): શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, અંશુલ કંબોજ, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, ઈશાન કિશન (વિકેટકીપર), મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ*, કુલદીપ યાદવ
ભારતીય ODI Squad (Match 4-5): શ્રેયસ અય્યર (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, તિલક વર્મા, ઈશાન કિશન (વિકેટકીપર અને વાઈસ કેપ્ટન), નીતીશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ઔકીબ નબી, ગુરનૂર બ્રાર, ઋતુરાજ ગાયકવાડ, અર્શદીપ સિંહ, કુશરાજ કુમાર, મોહમ્મદ સિરાજ, યશ ઠાકુર, કુલદીપ યાદવ
ન્યૂઝીલેન્ડ ODI Squad (Match 1-3): મિચેલ સેન્ટનર (કેપ્ટન), માઈકલ બ્રેસવેલ, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમિસન, ટોમ લેથમ (વિકેટકીપર), ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, રચિનરવિન્દ્ર, નાથન સ્મિથ, બ્લેર ટિકનર, વિલ યંગ.
ન્યૂઝીલેન્ડ ODI Squad (Match 4-5): મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ક્રિસ્ટિયન ક્લાર્ક, જેકબ ડફી, મેટ ફિશર, લોકી ફર્ગ્યુસન, મિચ હે (વિકેટકીપર), નિક કેલી, ટીમ સીફર્ટ (વિકેટકીપર), બ્લેર ટિકનર, વિલ યંગ.
IND vs NZ ODI Series: ટીવી પ્રસારણ અને લાઈવ સ્ટ્રીમિંગ
- TV ટેલિકાસ્ટ: ભારતમાં ODI સિરીઝની તમામ મેચોનું લાઈવ પ્રસારણ Sports18 Network ની ટીવી ચેનલો પર કરવામાં આવશે.
- ઓનલાઈન સ્ટ્રીમિંગ: મોબાઈલ અને ઈન્ટરનેટ યુઝર્સ માટે વનડે સિરીઝનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.
- મફતમાં લાઈવ મેચ: ડીડી ફ્રી ડિશ (DD Free Dish) યુઝર્સ માટે DD Sports ચેનલ પર તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ બિલકુલ મફતમાં જોઈ શકાશે.
