IND vs NZ: મને ગઈકાલે રાત્રે…, વરુણ ચક્રવર્તી દુબઈમાં બોલિંગ કરવા માટે નર્વસ હતો, કહ્યું કોણે તેને મદદ કરી

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની જીતમાં વરુણ ચક્રવર્તીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે ન્યુઝીલેન્ડને 44 રને હરાવ્યું.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 02 Mar 2025 11:58 PM (IST)Updated: Mon, 03 Mar 2025 12:52 AM (IST)
ind-vs-nz-i-was-nervous-to-bowl-in-dubai-last-night-varun-chakraborty-said-who-helped-him

IND vs NZ: પ્રથમ સેમીફાઇનલમાં ભારતનો મુકાબલો 4 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે થશે. જોકે ન્યુઝીલેન્ડ સામે મેચમાં ભારતે અલગ રણનીતિ બતાવી હતી. ચાર સ્પિનરો સાથે જવાનો ભારતનો નિર્ણય સાચો સાબિત થયો. વરુણ ચક્રવર્તી સાચા અર્થમાં ભારતના એક્સ ફેક્ટર સાબિત થયા છે.

પ્રથમ દાવના અંતે એવું લાગી રહ્યું હતું કે ભારતની બેટિંગમાં નબળી રહી છે અને તેમની પાસે બચાવવા માટે વધુ રન નથી. જોકે, ભારતના સ્પિનરોએ ન્યૂઝીલેન્ડના બેટ્સમેનોને સંપૂર્ણપણે રોકી દીધા હતા. મિસ્ટ્રી સ્પિનર ​​તરીકે જાણીતા વરુણ ચક્રવર્તીએ પાંચ વિકેટ ઝડપી હતી.

નવર્સ હતો વરુણ ચક્રવર્તી
વરુણ ચક્રવર્તીએ મેચ બાદ કહ્યું, હું શરૂઆતના તબક્કામાં નર્વસ અનુભવી રહ્યો હતો. ભારત માટે ઘણી વનડે રમી નથી. તેથી જ હું નર્વસ હતો. જેમ જેમ રમત આગળ વધતી ગઈ તેમ તેમ સારું લાગવા લાગ્યું. વિરાટ, રોહિત, શ્રેયસ, હાર્દિક – બધા મારી સાથે વાત કરી રહ્યા હતા અને મને શાંત રહેવા માટે કહી રહ્યા હતા.

ટર્નિંગ પિચ ન હતી
વરુણે વધુમાં કહ્યું કે, મને ગઈકાલે રાત્રે ખબર પડી કે હું રમી રહ્યો છું. દેશ માટે રમવા માટે ઉત્સુક હતો અને તેની રાહ જોઈ રહ્યો હતો, પરંતુ નર્વસ હતો. તે સંપૂર્ણપણે ટર્નિંગ પિચ ન હતી, પરંતુ જો યોગ્ય જગ્યાએ બોલિંગ કરવામાં આવે તો તે મદદ કરી રહી હતી. કુલદીપ, જડ્ડુ, અક્ષર - જે રીતે દરેકે બોલિંગ કરી, ફાસ્ટ બોલરો પણ, તે આખી ટીમનો સંયુક્ત પ્રયાસ હતો.

આવું બીજી વખત થયું
તમને જણાવી દઈએ કે ન્યુઝીલેન્ડ સામે ભારતના સ્પિનરોએ મિડલ ઓવર (11-40)માં કુલ 29 ઓવર ફેંકી હતી, જ્યારે મોહમ્મદ શમીએ એક ઓવર ફેંકી હતી. 2002 પછી આ માત્ર બીજી વખત છે જ્યારે ભારતે પુરૂષોની ODIમાં મધ્ય ઓવરોમાં સ્પિનરોને બોલિંગ કર્યા છે. આ પહેલા આવું માત્ર 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શ્રીલંકા સામે થયું હતું.

દુબઈમાં જ વરુણ સામે હતો ખરાબ રેકોર્ડ
નોંધનીય છે કે વરુણ ચક્રવર્તીએ આ મેદાન પર 2021 T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે મેચ રમી હતી, ત્યારબાદ તેની કારકિર્દી પર બ્રેક લાગી ગઈ હતી. હવે આ જ મેદાન પર તેણે પાંચ વિકેટ લઈને શાનદાર વાપસી કરી છે.