IND vs NZ: ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટેસ્ટમાં કેવી હશે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન, કેપ્ટન ગિલે કર્યો મોટો ખુલાસો

ગુરુવારથી શરુ થતી આ સિરીઝ પહેલા ભારતનો આત્મવિશ્વાસ બુલંદ છે. કારણ કે ભારતે આ પહેલા ટી20 અને વનડે સિરીઝ જીતી લીધી છે. હવે ટેસ્ટ સિરીઝ જીતીને ભારત પોતાનો રેકોર્ડ સુધારવાનો પ્રયત્ન કરશે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 17 Nov 2026 11:13 AM (IST)Updated: Tue, 17 Nov 2026 11:13 AM (IST)
ind-vs-nz-first-test-team-india-playing-xi-shubman-gill-jasprit-bumrah-4-fast-bowlers
શુભમન ગીલ

IND vs NZ 1st Test: 19 નવેમ્બરના રોજથી ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બે ટેસ્ટ મેચની સિરીઝ શરુ થઈ રહી છે. આ સિરીઝ શરુ થાય તે પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે પ્લેઈંગ ઈલેવનને લઈને મહત્વની માહિતી આપી છે. ભારતીય પેસ એટેક મજબૂતી આપવા માટે જસપ્રીત બુમરાહ તૈયાર છે. ગિલે જણાવ્યું કે, ભારત 7 બેટ્સમેન અને 4 ફાસ્ટ બોલર સાથે મેદાનમાં ઉતરશે.

ટેસ્ટ સિરીઝ અંગે ગિલે શું કહ્યું?

ગુરુવારથી શરુ થતી આ સિરીઝ પહેલા ભારતનો આત્મવિશ્વાસ બુલંદ છે. કારણ કે ભારતે આ પહેલા ટી20 અને વનડે સિરીઝ જીતી લીધી છે.હવે ટેસ્ટ સિરીઝ જીતીને ભારત પોતાનો રેકોર્ડ સુધારવાનો પ્રયત્ન કરશે. કારણ કે ભારતનો ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટમાં રેકોર્ડ સારો નથી રહ્યો. ભારતે અત્યાર સુધીમાં માત્ર બે જ સિરીઝ જીતી છે. પહેલા મનસુર અલી ખાનના નેતૃત્વમાં ભારતે ટેસ્ટ સિરીઝ જીતી હતી ત્યાર બાદ ધોનીની કેપ્ટન્સીમાં ભારતને ટેસ્ટ સિરીઝ જીતવામાં સફળતા મળી હતી. હવે શુભમન ગિલ આ ટેસ્ટ સિરીઝ જીતીને નવો ઈતિહાસ લખી શકે છે. જોકે ગિલે એમ પણ કહ્યું કે, વનડે અને ટી20 કરતા ટેસ્ટના પડકારો અલગ છે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી ટેસ્ટ 19 નવેમ્બરના રોજ વેલિંગ્ટનના બે ઓવલ મેદાન ખાતે રમાશે. પહેલી ટેસ્ટની પ્લેઈંગ ઈલેવન અંગે વાત કરતા ગિલે કહ્યું કે, જસપ્રીત બુમરાહ સહિત ચાર બોલર બોલીંગ આક્રમણ સંભાળશે. તેમની સાથે મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્ના અને આકાશદીપને જગ્યા મળી શકે છે. નોંધનિય છે કે, ભારતના ફાસ્ટ બોલરોએ વનડે સિરીઝમાં શાનદાર પ્રદર્શન કહ્યું હતું.

જો બેટિંગની વાત કરીએ તો ભારતીય ટીમ 7 બેટ્સમેન સાથે મેદાનમાં ઉતરશે તેમ ગિલે જણાવ્યું છે. નોંધનિય છે કે આઠમાં કે નવમાં નંબરે આકાશદીપ સારી બેટિંગ કરી શકે છે. આ ઉપરાંત ભારતીય ટીમ પાસે નીતિશ કુમાર રેડ્ડીના રુપમાં પણ એક પેસ ઓલરાઉન્ડર છે. આ ઉપરાંત રાહુલ, પડ્ડીકલ, જયસ્વાલ અને પંતના રુપમાં ધાકડ બેટ્સમેનો સામેલ છે.