IND vs NZ 4th T20I Live Cricket Score | ભારતીય રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ વિ. ન્યુ ઝિલેન્ડ રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ મેચનું સ્કોરકાર્ડ: ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર આક્રમક પ્રદર્શન ચાલુ રાખતા પાંચ મેચની T20 શ્રેણીમાં 3-0ની અજેય સરસાઈ મેળવીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. હવે શ્રેણીની ચોથી T20 મેચ આજે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક (Eden Park) સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. એક તરફ જ્યાં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડને તેની જ ધરતી પર 5-0થી 'ક્લીન સ્વીપ' કરવાના સ્પષ્ટ ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે, તો બીજી તરફ હોમ ટીમ ન્યૂઝીલેન્ડ પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે શ્રેણીની પ્રથમ જીત મેળવવા મરણિયા પ્રયાસો કરી રહી છે.
ન્યુઝીલેન્ડની પાંચમી વિકેટ પડી
ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ પડી
112 રનના સ્કોર પર ન્યુઝીલેન્ડની ચોથી વિકેટ પડી, જેકોબ્સ 7 રન બનાવીને આઉટ થયો.
ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી
ન્યુઝીલેન્ડ ટીમની પ્રથમ વિકેટ પડી છે, ટીમ સાઇફર્ટ 3 રન બનાવીને મયંક યાદવનો શિકાર બન્યા છે.
ભારતે ટોસ જીત્યો
ભારતના કેપ્ટન શ્રેયષ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો છે.
ભારત (India) પ્લેઈંગ XI
| ખેલાડીનું નામ | ભૂમિકા (Role) |
| અભિષેક શર્મા (Abhishek Sharma) | બેટિંગ ઓલરાઉન્ડર |
| સંજુ સેમસન (Sanju Samson) | વિકેટકીપર-બેટ્સમેન |
| ઈશાન કિશન (Ishan Kishan) | વિકેટકીપર-બેટ્સમેન |
| શ્રેયસ અય્યર (Shreyas Iyer - C) | બેટ્સમેન (કેપ્ટન) |
| તિલક વર્મા (Tilak Varma) | બેટ્સમેન |
| નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) | બેટિંગ ઓલરાઉન્ડર |
| નમન ધીર (Naman Dhir) | બેટ્સમેન |
| અક્ષર પટેલ (Axar Patel) | બોલિંગ ઓલરાઉન્ડર |
| અર્શદીપ સિંહ (Arshdeep Singh) | બોલર |
| પ્રિન્સ યાદવ (Prince Yadav) | બોલર |
| મયંક યાદવ (Mayank Yadav) | બોલર |
ન્યૂઝીલેન્ડ (New Zealand) પ્લેઈંગ XI
કેપ્ટન શ્રેયસ અય્યરના નેતૃત્વમાં શાનદાર પ્રદર્શન
કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ટીમે પ્રારંભિક ત્રણેય મેચોમાં બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે અદ્ભુત રમત બતાવી છે. શ્રેણી જીતી લીધી હોવા છતાં, કેપ્ટન અય્યર અને કોચિંગ સ્ટાફ જરાય ઢીલ મૂકવાના મૂડમાં નથી. ઈડન પાર્કની નાની બાઉન્ડ્રી ધરાવતી પીચ પર ભારતીય બેટ્સમેનો ફરી એકવાર ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવવા તૈયાર છે.
ન્યૂઝીલેન્ડ માટે કમબેક કરવાનો છેલ્લો મોકો
સતત ત્રણ મેચ હાર્યા બાદ કીવી ટીમ ભારે દબાણ હેઠળ છે. પોતાની હોમ કંડિશન હોવા છતાં, ન્યૂઝીલેન્ડના બોલરો અને બેટ્સમેનો ભારતીય શક્તિ સામે લાચાર દેખાયા છે. ઓકલેન્ડ ખાતે રમાનારી આ મેચમાં જીત મેળવીને ન્યૂઝીલેન્ડ શ્રેણીમાં હારનું અંતર ઘટાડવા અને પોતાની સાખ બચાવવા પૂરી તાકાત લગાવી દેશે.
