IND vs NZ 4th T20I Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની T20 સિરીઝની ચોથી મેચ 30 ઓક્ટોબર, શુક્રવારના રોજ ઓકલેન્ડ ખાતે રમાશે. ભારતીય ટીમે 5 મેચોની સિરીઝમાં સતત 3 મેચ જીતીને 3-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે અને હવે ટીમ ઈન્ડિયાની નજર ન્યૂઝીલેન્ડના સૂપડા સાફ કરવા પર રહેશે. આમ છતાં, ઓકલેન્ડમાં રમાનારી આ મેચ માટે કેપ્ટન શ્રેયસ અય્યર પ્લેઈંગ-11 માં એક ફેરફાર કરી શકે છે.
છેલ્લા મેચમાં 45 રનની તાબડતોડ ઈનિંગ રમનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ટીમમાંથી બહાર કરવામાં આવી શકે છે, અને તેમની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનની વાપસી થઈ શકે છે. જોકે, ઈશાન કિશન મેચ પહેલાં સુધી ફિટ ન થઈ શકે તો વૈભવ સૂર્યવંશી ટીમનો ભાગ બની રહેશે.
માત્ર એક એન્ટ્રીથી થઈ શકે મોટા ફેરફાર
ઈશાન કિશન ઈજાગ્રસ્ત હોવાના કારણે પાછલી 2 મેચમાં પ્લેઈંગ-11 થી બહાર રહ્યો હતો. જો તે ચોથી મેચ પહેલાં ફિટ થઈ જાય છે તો તેની સીધી પ્લેઇંગ-11 માં એન્ટ્રી થશે, જેના લીધે વૈભવ સૂર્યવંશીને બહાર જવું પડી શકે છે. ઈશાન કિશનના ટીમમાં આવતા જ ભારતની ઓપનિંગ જોડી બદલાઈ જશે. સંજુ સેમસન તથા અભિષેક શર્મા ફરી ઓપનિંગ કરતા જોવા મળશે, જ્યારે ઈશાન કિશન ત્રીજા નંબરે બેટિંગ કરવા આવશે.
ત્યારબાદ શ્રેયસ અય્યર અને તિલક વર્મા બેટિંગ ક્રમ સંભાળશે. ઓલરાઉન્ડર તરીકે અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી અને નમન ધીર ભૂમિકા ભજવશે, જ્યારે ઝડપી બોલિંગની કમાન પ્રિન્સ યાદવ, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહના હાથમાં રહેશે.
ચોથી T20I માટે ભારતીય સંભવિત પ્લેઈંગ-11
અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શ્રેયસ ઐયર (કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, નમન ધીર, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ.
