IND vs NZ 4th ODI: ટિમ સીફર્ટે રચ્યો ઈતિહાસ, ભારત સામે બનાવ્યો શાનદાર રેકોર્ડ

સીફર્ટે કારકિર્દીની પ્રથમ વન-ડે અડધી સદી ફટકારવાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કરો કે મરો જેવી આ મહત્વપૂર્ણ મેચ માટે ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કુલ છ મોટા ફેરફાર કરીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Fri, 13 Nov 2026 11:26 AM (IST)Updated: Fri, 13 Nov 2026 11:26 AM (IST)
ind-vs-nz-4th-odi-tim-seifert-historic-half-century-new-zealand-six-changes
ટિમ સીફર્ટે રચ્યો ઈતિહાસ

Tim Seifert Record vs India: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે માઉન્ટ મૌંગાનુઈના 'બે ઓવલ' (Bay Oval) મેદાન પર રમાઈ રહેલી પાંચ મેચોની વન-ડે શ્રેણીની ચોથી મેચમાં ન્યૂઝીલેન્ડના વિકેટકીપર-બેટ્સમેન ટિમ સીફર્ટે શાનદાર બેટિંગનું પ્રદર્શન કર્યું છે. સીફર્ટે કારકિર્દીની પ્રથમ વન-ડે અડધી સદી ફટકારવાની સાથે જ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કરો કે મરો જેવી આ મહત્વપૂર્ણ મેચ માટે ન્યૂઝીલેન્ડે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કુલ છ મોટા ફેરફાર કરીને મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે.

ટિમ સીફર્ટની શાનદાર ઇનિંગ અને રેકોર્ડ

મેચમાં ઓપનિંગ કરવા આવેલા ટિમ સીફર્ટે ભારતીય બોલરો સામે આક્રમક અંદાજ અપનાવ્યો હતો. તેણે માત્ર 39 બોલમાં પોતાની કારકિર્દીની પ્રથમ વન-ડે હાફ સેન્ચુરી પૂરી કરી હતી. 10મી ઓવરના બીજા બોલ પર એક રન લઈને તેણે આ સીમાચિહ્ન સ્પર્શ્યું હતું. સીફર્ટે 48 બોલમાં 6 ચોગ્ગા અને 3 ગગનચુંબી છગ્ગાની મદદથી કુલ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી.

આ સાથે જ સીફર્ટ ભારત સામે વન-ડે ક્રિકેટની શરૂઆતની 10 ઓવરની અંદર જ અડધી સદી ફટકારનાર ન્યૂઝીલેન્ડનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ બ્રાયન યંગના નામે હતો, જેમણે 14 જાન્યુઆરી 1999ના રોજ વેલિંગ્ટન ખાતે ભારત સામે શરૂઆતની 10 ઓવરમાં 47 રન બનાવ્યા હતા અને બાદમાં 52 રનની ઇનિંગ રમી હતી. આ મેચમાં સીફર્ટે વિલ યંગ (22 રન, 25 બોલ) સાથે મળીને પ્રથમ વિકેટ માટે 12 ઓવરમાં 85 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. જોકે, 12મી ઓવરના અંતિમ બોલરે ગુરનૂર બ્રારે તેને વિકેટકીપર ઈશાન કિસન દ્વારા કેચ આઉટ કરાવ્યો હતો.

ન્યૂઝીલેન્ડ ટીમમાં છ મોટા ફેરફાર

સિરીઝ જીવંત રાખવા માટે 'ડૂ-ઓર-ડાય' સમાન બનેલી આ ચોથી મેચમાં કિવી ટીમ દ્વારા પ્લેઈંગ ઈલેવનમાં મોટા બદલાવ કરવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડે પોતાની ટીમમાં કુલ છ ફેરફાર કર્યા છે. મેટ હેનરી, ફિન એલન અને માઈકલ બ્રેસવેલની ટીમમાં વાપસી થઈ છે. આ ઉપરાંત નિક કેલી, ડીન ફોક્સક્રાફ્ટ અને ક્રિશ્ચિયન ક્લાર્કને પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ ખેલાડીઓએ હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ, નાથન સ્મિથ અને જેકબ ડફીનું સ્થાન લીધું છે. ઉલ્લેખનીય છે કે નિકોલ્સ, મિશેલ, ફિલિપ્સ, લાથમ અને સ્મિથ આગામી ટેસ્ટ શ્રેણીની તૈયારીઓ માટે વેલિંગ્ટન રવાના થઈ ગયા છે, જ્યારે જેકબ ડફીને આ મેચમાં આરામ આપવામાં આવ્યો છે.