IND vs NZ 4th ODI Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 13 નવેમ્બર, શુક્રવાર 2026 ના રોજ માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ (Bay Oval) ખાતે રમાશે. ODI સિરીઝની છેલ્લી બે મેચ માટે શ્રેયસ અય્યરને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ સોંપવામાં આવી છે. આ ઉપરાંત પ્લેઈંગ 11 માં કેટલાક નવા ખેલાડીઓની એન્ટ્રી પણ થઈ છે. જાણો ચોથી વનડે મેચ માટે ભારતીય ટીમની સંભવતી પ્લેઈંગ-11.
શ્રેયસ અય્યરને સોંપાઈ ટીમની કેપ્ટનશીપ
ન્યૂઝીલેન્ડ સામે ચોથી વન-ડે મેચમાં શુભમન ગિલ અને કે.એલ. રાહુલની ગેરહાજરીને કારણે શ્રેયસ અય્યર ભારતીય ટીમની કેપ્ટનશીપ સંભાળશે. જ્યારે ઈશાન કિશનને વાઈસ કેપ્ટન તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ સાથે ઈશાન કિશન વિકેટકીપિંગની જવાબદારી પણ સંભાળશે. હવે રાહુલના સ્થાને મિડલ ઓર્ડરમાં કયા ખેલાડીને તક મળે છે તે જાણવું રસપ્રદ રહેશે.
અય્યરની આગેવાનીમાં સિરીઝ જીતવાની તક
ભારતીય ટીમ હાલમાં ODI સિરીઝમાં 2-0 થી આગળ છે અને ટેસ્ટ સિરીઝની તૈયારી રહેલા શુભમન ગિલની જગ્યાએ શ્રેયસ અય્યર છેલ્લી 2 વન-ડે મેચમાં ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે. અગાઉ શ્રેયસ અય્યરની આગેવાની હેઠળ ભારતીય ક્રિકેટ ટીમે T20 સિરીઝ જીતી હતી, અને હવે ODI સિરીઝમાં પણ તેમની પાસે આવા જ શ્રેષ્ઠ પ્રદર્શનની અપેક્ષા છે.
રોહિત શર્મા સાથે ઓપનિંગ કોણ કરશે?
શુભમન ગિલની ગેરહાજરીમાં રોહિત શર્મા સાથે ઓપનિંગમાં ઈનિંગ્સની શરૂઆત કોણ કરશેતે સૌથી મોટો સવાલ છે. ઓપનિંગ માટે વિકેટકીપર ઈશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ મજબૂત દાવેદાર છે. બીજી તરફ, કે.એલ. રાહુલ ટેસ્ટ ટીમ સાથે જોડાઈ જતા છેલ્લી 2 ODI મેચમાં ઈશાન કિશન વિકેટકીપિંગની જવાબદારી સંભાળશે. ન્યૂઝીલેન્ડમાં પરિસ્થિતિ બેટ્સમેનો માટે પ્રતિકૂળ રહી હોવાથી કિશન પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રહેશે.
બોલિંગ લાઈનઅપ: મોહમ્મદ સિરાજની વાપસી
પોતાની બોલિંગથી પ્રભાવિત કરનાર અંશુલ કમ્બોજ પણ ટેસ્ટ સિરીઝ સાથે જોડાઈ જતાં ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા છે. જેથી તેમની જગ્યાએ ભારતની પ્લેઈંગ-11 માં ઝડપી બોલર મોહમ્મદ સિરાજને તક મળી શકે છે. મોહમ્મદ સિરાજે ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં અત્યાર સુધી એક પણ મેચ રમી નથી.
IND vs NZ 4th ODI: ભારતની સંભવિત પ્લેઈંગ-11
રોહિત શર્મા, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), નમન ધીર, અક્ષર પટેલ, આકિબ નબી, ગુરનારબરાડ, અર્શદીપ સિંહ અને મોહમ્મદ સિરાજ.
