IND vs NZ 3rd ODI Weather Report:ભારતીય ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની વન-ડે સિરીઝની શરૂઆતી બે મેચ જીતી ચુકી છે. હવે ત્રીજી મેચ હેમિલ્ટનમાં રમાશે, જોકે આ મેચ પર વરસાદનું સંકટ તોડાઈ રહ્યું છે. શરૂઆતી બન્ને મેચમાં વરસાદ થયો પણ કોઈ પણ પ્રકારની મેચ પૂરી થઈ હતી, પણ ત્રીજી મેચમાં તેની શક્યતા ઓછી જોવા મળે છે.
ભારત માટે ત્રીજી મેચ ઘણી મહત્વની છે, જોકે ભારતને આગામી ત્રીજી મેચમાં જીત મળે તો ફરી સિરીઝ તેના નામ પર થઈ જશે. ન્યૂઝીલેન્ડને પોતાને જાળવી રાખવા સિરીઝમાં આ મેચ ખુબ મહત્વની તક છે. જો આ મેચમાં વરસાદ થાય છે અને વરસાદને લીધે મેચ રદ્દ થાય છે તો ન્યૂઝીલેન્ડ સિરીઝ જીતી શકશે નહીં.
વરસાદ ખલનાયક બનશે
ત્રીજી મેચ હેમિલ્ટનના સેડન પાર્ક ખાતે યોજાવાની છે. AccuWeather પ્રમાણે મેચના દિવસે હેમિલ્ટનમાં થોડા થોડા સમયે વરસાદ પડશે, જેના કારણે મેચમાં વિલંબ થશે અને મેચ રદ થવાની શક્યતા વધી જશે. હેમિલ્ટનમાં સવારે વરસાદ શરૂ થશે. અહેવાલ પ્રમાણે સવારે 4-5 વાગ્યાની આસપાસ વરસાદ શરૂ થવાની 70 ટકા શક્યતા છે. જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ વરસાદની શક્યતા વધશે અને સાંજ સુધી થોડા થોડા સમયે વરસાદ પડવાની શક્યતા છે, જેના કારણે મેચ રદ થવાની શક્યતા વધી જશે.
