ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચ લાઈવ ક્યાં અને કેવી રીતે જોવી? જાણો સંપૂર્ણ વિગત

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું લાઈવ પ્રસારણ ટીવી અને મોબાઈલ પર ક્યાં જોવું? લાઈવ સ્ટ્રીમિંગ અને ટાઈમિંગની સંપૂર્ણ માહિતી અહીં મેળવો.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 09 Nov 2026 10:32 PM (IST)Updated: Mon, 09 Nov 2026 10:32 PM (IST)
ind-vs-nz-3rd-odi-india-aims-for-series-win-in-hamilton

IND vs NZ 3rd ODI: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 વનડે મેચોની શ્રેણી હવે એક રોમાંચક વળાંક પર પહોંચી ગઈ છે. ભારતીય ટીમે પ્રથમ બે મેચ જીતીને શ્રેણીમાં 2-0થી મજબૂત સરસાઈ મેળવી લીધી છે. હવે શ્રેણીની ત્રીજી વનડે મેચ મંગળવાર, 10 નવેમ્બરના રોજ હેમિલ્ટનના સેડન પાર્ક (Seddon Park) સ્ટેડિયમમાં રમાશે.

રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાની નજર આ મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરવા પર હશે, જ્યારે બીજી તરફ ન્યૂઝીલેન્ડ માટે આ મેચ 'કરો અથવા મરો' જેવી છે.

10 વર્ષ જૂનો રેકોર્ડ તોડવાનો ટીમ ઈન્ડિયા પાસે સુવર્ણ તક

આ મેચ ભારતીય ટીમ માટે માત્ર શ્રેણી જીતવાનો જ મોકો નથી, પરંતુ હેમિલ્ટન ગ્રાઉન્ડ પર પોતાનો 10 વર્ષ જૂનો ખરાબ રેકોર્ડ બદલવાની તક પણ છે.

સેડન પાર્કના આંકડા: ભારતીય ટીમે હેમિલ્ટનના આ મેદાન પર છેલ્લે 2015માં વનડે મેચ જીતી હતી. ત્યાર પછી છેલ્લા 10 વર્ષમાં ભારત આ ગ્રાઉન્ડ પર એકપણ વનડે જીતી શક્યું નથી.

કુલ રેકોર્ડ: ભારતે આ મેદાન પર અત્યાર સુધીમાં 12 વનડે મેચ રમી છે, જેમાં માત્ર 3 મેચમાં જ જીત મળી છે.

ન્યૂઝીલેન્ડનો દબદબો: કીવી ટીમ આ ગ્રાઉન્ડ પર છેલ્લા 9 વર્ષથી (2017 પછી) એકપણ વનડે મેચ હારી નથી.

જો ભારતીય ટીમ આ મેચ જીતી લેશે, તો ન્યૂઝીલેન્ડ પોતાના ઘરઆંગણે છેલ્લા 7 વર્ષમાં પ્રથમ વખત કોઈ વનડે સીરીઝ હારશે. રસપ્રદ વાત એ છે કે, છેલ્લે 2019માં પણ ભારતે જ ન્યૂઝીલેન્ડને તેના ઘરમાં 4-1થી હરાવ્યું હતું.

મેચ ક્યારે અને ક્યાં રમાશે?

તારીખ: મંગળવાર, 10 નવેમ્બર 2026

સ્થળ: સેડન પાર્ક, હેમિલ્ટન (ન્યૂઝીલેન્ડ)

ટોસનો સમય: ભારતીય સમય અનુસાર સવારે 7:00 વાગ્યે

મેચ શરૂ થવાનો સમય: ભારતીય સમય અનુસાર સવારે 7:30 વાગ્યે

ટીવી અને ઓનલાઈન લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોવું?

જો તમે આ રોમાંચક મેચ લાઈવ જોવા માંગો છો, તો-

ટીવી પર લાઈવ ટેલિકાસ્ટ: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ત્રીજી વનડે મેચનું લાઈવ પ્રસારણ Sony Sports Network (સોની સ્પોર્ટ્સ નેટવર્ક)ની વિવિધ ચેનલો પર થશે. ફેન્સ હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં કોમેન્ટ્રીનો આનંદ માણી શકશે.

મોબાઈલ અને ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ: જે દર્શકો મોબાઈલ કે લેપટોપ પર મેચ જોવા માંગે છે, તેઓ SonyLIV (સોની લિવ) એપ અને વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.

ન્યૂઝીલેન્ડની ટીમ માટે મોટા આંચકા

ત્રીજી વનડે પહેલા યજમાન ન્યૂઝીલેન્ડની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. તેમના બે મુખ્ય બોલરો ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. 2-0થી પાછળ ચાલી રહેલી કીવી ટીમ માટે આ મેચમાં કમબેક કરવું મોટો પડકાર બની રહેશે.