IND vs NZ: ફરી થશે રનોનો વરસાદ કે બોલરો કરશે કમાલ? જાણો બીજી T20 મેચ પહેલા પીચ રિપોર્ટ અને હવામાનનો હાલ

IND vs NZ 2nd T20I: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી T20 મેચ આજે 24 ઓક્ટોબર, શનિવારે ક્રાઇસ્ટચર્ચનાહેગલી ઓવલ મેદાન પર રમાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sat, 24 Oct 2026 09:37 AM (IST)Updated: Sat, 24 Oct 2026 09:37 AM (IST)
ind-vs-nz-2nd-t20i-match-preview-christchurch-hagley-oval-ground-pitch-and-weather-report

IND vs NZ 2nd T20I Match Preview: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની T20 આંતરરાષ્ટ્રીય સિરીઝની બીજી મેચ આજે 24 ઓક્ટોબર, શનિવારના રોજ ક્રાઇસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર રમાશે. આ અગાઉ રમાયેલી પ્રથમ T20 મેચમાં બંને ટીમોએ મળીને કુલ 465 રનનો ખડકલો કર્યો હતો, જેના પછી ચાહકોને બીજી મેચમાં પણ રનોની રમઝટ જોવાની આશા રાખી રહ્યા છે.

પ્રથમ T20 મેચમાં શાનદાર જીત મેળવ્યા બાદ ભારતીય ટીમ સિરીઝમાં 1-0 થી આગળ છે. આજે શનિવારે રમાનારી બીજી મેચ જીતીને ભારત સિરીઝ જીતવા તરફ વધુ એક કદમ આગળ વધારવાનો પ્રયાસ કરશે. જ્યારે ન્યૂઝીલેન્ડ ભારતને હરાવીને સિરીઝ 1-1 થી બરાબર કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.

IND vs NZ: હેગલી ઓવલ પીચ અને હવામાન રિપોર્ટ

ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ મેદાન પર પીચ અને વાતાવરણનો મિજાજ બેટ્સમેનોને વધુ અનુકૂળ રહેવાની શક્યતા છે. આ મેદાનની આઉટફીલ્ડ ખૂબ જ ઝડપી છે. જોકે, નવા બોલથી શરૂઆતની ઓવરોમાં બોલરોને થોડી મદદ મળી શકે છે, પરંતુ બોલ જૂનો થતાં જ બેટ્સમેનો બોલરો પર હાવી થવા લાગે છે.

T20 ક્રિકેટમાં બીજી ઈનિંગ દરમિયાન પડતી ઝાકળને કારણે પાછળથી બેટિંગ કરનારટીમને ઘણો ફાયદો થાય છે. કારણ કે, બોલ બેટ પર સારી રીતે આવે છે અને બોલરો માટે બોલિંગ કરવી મુશ્કેલ બને છે. આ સંજોગોમાં ક્રાઇસ્ટચર્ચના આ મેદાન પર ફરી એકવાર હાઈસ્કોરિંગ મેચ જોવા મળી શકે છે.

IND vs NZ 2nd T20I: બંને ટીમની વિસ્ફોટક બેટ્સમેન

બંને ટીમો પાસે એકથી એક ચડિયાતા વિસ્ફોટક બેટ્સમેનોની ભરમાર છે. ભારતીય ટીમ પાસે અભિષેક શર્મા, સંજુ સેમસન, શ્રેયસ અય્યર અને નમન ધીરજેવા આક્રમક ખેલાડી હાજર છે. જ્યારે ન્યૂઝીલેન્ડ પાસે ગ્લેન ફિલિપ્સ, ટિમસીફર્ટ અને ફિન એલન જેવા ખતરનાક બેટ્સમેન છે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સે ભારતીય બોલરોસામે તોફાની બેટિંગ કરી હતી.

બીજી તરફ ભારતે 226 રનનો વિશાળ લક્ષ્યાંક સફળતાપૂર્વક મેળવીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો સૌથી મોટો રન ચેઝ કરવાનો નવો ઈતિહાસ રચ્યો હતો. તે મેચમાં સંજુ સેમસને માત્ર 33 બોલમાં 67 રન ફટકાર્યા હતા, જ્યારે નમન ધીરે માત્ર 15 બોલમાં અણનમ 42 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો.