IND vs NZ 2nd T20 Live Streaming: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20I સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ રોમાંચક જીત સાથે શરૂઆત કરી છે. આજે 24 ઓક્ટોબર, શનિવારના રોજ ક્રાઈસ્ટચર્ચનાહેગલી ઓવલ ખાતે બીજી T20 મેચ રમાશે. પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમે 225 રન બનાવ્યા હતા, પરંતુ કેપ્ટન શ્રેયસ અય્યરની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ચાર વિકેટ બાકી રહેતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
IND vs NZ: બીજી T20 મેચની સંપૂર્ણ વિગત
IND vs NZ 2nd T20: ક્યારે રમાશે મુકાબલો?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝનો બીજો મુકાબલો 24 ઓક્ટોબર, શનિવારના રોજ રમાશે.
IND vs NZ 2nd T20: આ મુકાબલો ક્યાં રમાશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝનો બીજો મુકાબલો ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ સ્ટેડિયમ ખાતે રમાશે.
IND vs NZ 2nd T20: મેચ કેટલા વાગ્યે શરૂ થશે?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચની T20 સિરીઝનો બીજો મુકાબલો ભારતીય સમય મુજબ બપોરે 12:30 વાગ્યે શરૂ થશે. જ્યારે ટોસ અડધો કલાક પહેલા બપોરે 12:00 વાગ્યે થશે.
IND vs NZ: બીજી T20 મેચ લાઈવ ક્યાં જોઈ શકાશે
- TV પર નિઃશુલ્ક પ્રસારણ (Free): જો તમારી પાસે ડીડી ફ્રી ડીશ અથવા DD Sports ચેનલનું ફ્રી એક્સેસ છે, તો તમે કોઈપણ પેઈડ સબ્સ્ક્રિપ્શન લીધા વગર DD Sports ચેનલ પર આખી સિરીઝ બિલકુલ મફતમાં માણી શકો છો.
- પે-ટીવી પ્રસારણ (Paid Broadcast): Sony Sports Network ની વિવિધ ચેનલો પર અંગ્રેજી, હિન્દી અને અન્ય ભાષાઓમાં કોમેન્ટેટર સાથે મેચ પ્રસારિત થશે.
- ઓનલાઇન લાઈવ સ્ટ્રીમિંગ: જે દર્શકો ઓનલાઈન જોવા માંગે છે તેઓ SonyLIV એપ અને તેની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકશે.
