IND vs NZ 1st T20I Playing 11: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થઈ રહેલી T20I સિરીઝની પ્રથમ મેચ આજે 22 ઓક્ટોબર, ગુરુવારના રોજ ક્રાઇસ્ટચર્ચહેગલી ઓવલ મેદાન પર રમાશે. ભારતીય ટીમ પોતાના ન્યૂઝીલેન્ડ પ્રવાસની શરૂઆત આ મેચથી કરી રહી છે, જ્યાં પીચ અને વાતાવરણ મોટો પડકાર બની રહેશે.
ક્રાઇસ્ટચર્ચ હેગલી ઓવલ ખાતે સીમ મુવમેન્ટ અને વધારાનો બાઉન્સ જોવા મળશે, જે ભારતીય ઘરઆંગણાની ફ્લેટ પીછો કરતાં તદ્દન અલગ છે. કેપ્ટન શ્રેયસ અય્યરની ટીમને સ્થાનિક પરિસ્થિતિ સાથે અનુકૂળ થવા માટે માત્ર એક પ્રેક્ટિસ સેશન મળ્યું છે, જેથીટીમે ન્યૂઝીલેન્ડના પેસ આક્રમણ સામે ઝડપથી પોતાની લય શોધવી પડશે.
વૈભવ સૂર્યવંશીના રમવા પર કેપ્ટનની સ્પષ્ટતા
કેપ્ટન શ્રેયસ અય્યરે સ્પષ્ટ કર્યું કે, 15 વર્ષીય યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને પ્લેઈંગ 11 માં સ્થાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે. સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગની જવાબદારી સંભાળશે, જેમણે તાજેતરમાં વર્લ્ડ કપમાં અને સતત શાનદાર દેખાવ કર્યો છે. શ્રેયસ અય્યરના જણાવ્યા અનુસાર, વૈભવ સૂર્યવંશીને વિદેશી પરિસ્થિતિમાં મેચ જોઈને ઘણું શીખવાનો અને અનુકૂળ થવાનો મોકો મળશે.
ભુવનેશ્વર કુમારની 4 વર્ષ પછી ટીમમાં વાપસી
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી પ્રથમ મેચની સૌથી મોટી હેડલાઈન અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની 4 વર્ષ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે સતત બે Title-winning IPL સિઝનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 36 વર્ષીય ભુવનેશ્વર કુમારને પ્લેઈંગ 11 માં સીધું સ્થાન મળવાની શક્યતા છે, જે ન્યૂઝીલેન્ડની બાઉન્સી પીચો પર સ્વિંગ અને કંટ્રોલ પૂરો પાડશે.
ભારતીય પેસ એટેકમાં અર્શદીપ સિંહ અને પ્રિન્સ યાદવ અથવા વરુણ ચક્રવર્તી સામેલ થઈ શકે છે, જ્યારે અક્ષર પટેલ સ્પિન વિકલ્પ અને શિવમ દુબે તથા નીતિશ કુમાર રેડ્ડી ઓલરાઉન્ડર તરીકે ટીમમાં રહેશે. મિડલ ઓર્ડરમાં શ્રેયસ અય્યર, ઇશાન કિશન અને તિલક વર્મા જેવા બેટ્સમેનો ટીમની બેટિંગ લાઇન-અપને મજબૂતી આપશે.
IND vs NZ 1st T20I: સંભવિત પ્લેઈંગ ઈલેવન
- ભારતીય સંભવિત Playing XI: સંજુ સેમસન (વિકેટકીપર), અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, પ્રિન્સ યાદવ/વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ.
- ન્યુઝીલેન્ડ સંભવિત Playing XI: ફિન એલન, ટિમસીફર્ટ (વિકેટકીપર), ડેવોન કોનવે, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, કાયલ જેમિસન, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન.
IND vs NZ T20 Series: બંને ટીમની સંપૂર્ણ સ્કવોર્ડ
ભારતની ટીમ (India Squad): શ્રેયસ ઐયર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, વૈભવ સૂર્યવંશી, ઇશાન કિશન, તિલક વર્મા, અક્ષર પટેલ, શિવમ દુબે, નીતિશ કુમાર રેડ્ડી, નમન ધીર, પ્રિન્સ યાદવ, મયંક યાદવ, અર્શદીપ સિંહ, ભુવનેશ્વર કુમાર, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ.
ન્યુઝીલેન્ડની ટીમ (New Zealand Squad): મિશેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, જેક ફોલ્કેસ, મેટ હેનરી, બેનોઈટ જેકબ્સ, કાયલ જેમીસન, એડમ મિલને, ડેરિલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સીફર્ટ, નાથન સ્મિથ.
