IND vs NZ 1st ODI Live Streaming and Match Timings: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ODI સિરીઝની પ્રથમ મેચ 4 નવેમ્બર, બુધવાર 2026 ના રોજ ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડ ખાતે આવેલા ઈડન પાર્ક સ્ટેડિયમમાં રમાશે. આ મેચ ભારતીય સમય (IST) અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે. આ ODI સિરીઝની તમામ મેચો એક જ સમયે રમાશે.
આ ODI સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપની જવાબદારી વહેંચવામાં આવી છે. પ્રથમ 3 ODI મેચમાં શુભમન ગિલ ભારતીય ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે છેલ્લી 2 ODI મેચમાં શ્રેયસ અય્યર કેપ્ટન તરીકે જવાબદારી સંભાળશે. આ ઉપરાંત, છેલ્લી 2 ODI મેચ માટે વિકેટકીપર કુમાર કુશાગ્ર પણ ટીમ સાથે જોડાશે.
આ પણ વાંચો
IND vs NZ 1st ODI: ક્યારે અને ક્યાં રમાશે મેચ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ 4 નવેમ્બર, બુધવાર 2026 ના રોજ ઓકલેન્ડના ઈડન પાર્ક ખાતે રમાશે.
IND vs NZ 1st ODI: કયા સમયે શરૂ થશે મેચ?
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ વન-ડે મેચ ભારતીય સમય (IST) અનુસાર સવારે 7:30 વાગ્યે શરૂ થશે. જ્યારે અડધો કલાક પહેલા સવારે 7:00 વાગ્યે ટોસ થશે.
IND vs NZ 1st ODI: ક્યાં જોઈ શકાશે લાઈવ મેચ?
- TV ટેલિકાસ્ટ: ભારતમાં પ્રથમ ODI મેચનું લાઈવ પ્રસારણ Sports18 Network ટીવી ચેનલો પર કરવામાં આવશે.
- ઓનલાઈન સ્ટ્રીમિંગ: મોબાઈલ અને ઈન્ટરનેટ યુઝર્સ પ્રથમ ODI મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ JioCinema એપ અને વેબસાઈટ પર જોઈ શકશે.
- મફતમાં લાઈવ મેચ: પ્રથમ ODI મેચનું લાઈવ ટેલિકાસ્ટ DD Free Dish યુઝર્સ DD Sports ચેનલ પર બિલકુલ મફતમાં જોઈ શકશે.
