IND vs NZ 1st ODI Playing 11: રોહિત-વિરાટની વાપસી, મોહમ્મદ સિરાજ પર સસ્પેન્સ; શું કુલદીપ યાદવ રમશે?

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે શરૂ થનારી ODI સિરીઝથી વિરાટ કોહલી અને રોહિત શર્મા ટીમ ઈન્ડિયામાં ફરી જોડાશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 03 Nov 2026 10:51 PM (IST)Updated: Tue, 03 Nov 2026 10:51 PM (IST)
ind-vs-nz-1st-odi-probable-playing-11-rohit-sharma-virat-kohli-return-kuldeep-suspense

IND vs NZ 1st ODI Playing 11: T20 ક્રિકેટના રોમાંચ બાદ હવે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચોની ODI સિરીઝની શરૂઆત 4 નવેમ્બરથી ઓકલેન્ડના ઈડન પાર્ક મેદાન પર થઈ રહી છે. પ્રથમ વન-ડે મેચમાં તમામની નજર ભારતની પ્લેઈંગ 11 પર હશે, જેમાં વિરાટ કોહલી અને રોહિત શર્માની વાપસી થઈ રહી છે. આ બંને માત્ર ODI ફોર્મેટમાં જ રમે છે અને શક્યતઃ આ તેમનો ન્યૂઝીલેન્ડનો છેલ્લો પ્રવાસ પણ હોઈ શકે છે.

રોહિત શર્મા-વિરાટ કોહલીની જોડી ફરી મેદાને ઉતરશે

ટીમ ઈન્ડિયાની ઓપનિંગમાં રોહિત શર્મા સાથે કેપ્ટન શુભમન ગિલ મેદાનમાં ઉતરશે, જ્યારે વિરાટ કોહલી નંબર 3 પર બેટિંગ કરશે. મિડલ ઓર્ડરમાં નંબર 4 પર વાઈસ કેપ્ટન શ્રેયસ અય્યરનું સ્થાન નક્કી છે. વિકેટકીપર તરીકે ભારત પાસે કેએલ રાહુલ (KL Rahul) અને ઈશાન કિશન (Ishan Kishan) એમ 2 વિકલ્પ છે.

ઈશાન કિશને T20માં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ વન-ડેમાં કેએલ રાહુલ તેમને પાછળ છોડી શકે છે. આ સિવાય ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી (Nitish Kumar Reddy) અને અક્ષર પટેલ (Axar Patel) રમે તે પણ પાકું મનાઈ રહ્યું છે. T20 સિરીઝમાં ધમાલ મચાવનાર નમન ધીર (Naman Dhir) પણ વિકલ્પ છે, પરંતુ ટીમ તેમને તક આપે તેવી શક્યતા ઓછી છે.

બોલિંગ વિભાગમાં ફેરફાર થઈ શકે, સિરાજ પર સસ્પેન્સ

સ્પિનર તરીકે ભારતની પહેલી પસંદ કુલદીપ યાદવ (Kuldeep Yadav) હોઈ શકે છે, જેમની ફિરકી ન્યૂઝીલેન્ડને પરેશાન કરી શકે છે. ફાસ્ટ બોલિંગ વિભાગમાં તમામની નજર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) પર છે, જેઓ India-A તરફથી 2nd અન-ઓફિશિયલ ટેસ્ટ મેચમાં રમી રહ્યા હતા, જે આજે જ પૂર્ણ થઈ છે.

આગળની ટેસ્ટ સિરીઝ માટે મોહમ્મદ સિરાજના વર્કલોડને મેનેજ કરવા માટે તેમને પ્રથમ વન-ડે મેચમાં સામેલ કરાશે કે નહીં તે જોવું રહેશે. તેમની ગેરહાજરીમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh) ફાસ્ટ બોલિંગ એટેકની આગેવાની કરશે, જ્યારે ગુરનાર બ્રાર (Gurnoor Brar) અને અંશુલ કંબોજ (Anshul Kamboj) અન્ય 2 બોલર રહેશે.

IND vs NZ 1st ODI: ટીમ ઈન્ડિયાની સંભવિત Playing 11

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ, ગુરનાર બ્રાર.