IND vs JPN T20I: ભારત અને જાપાન વચ્ચે રમાનારી પ્રથમ ક્રિકેટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ક્યાં અને કેવી રીતે જોવું?

ભારત અને જાપાન વચ્ચે આ મેચ 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 21 Sep 2026 02:15 PM (IST)Updated: Mon, 21 Sep 2026 02:15 PM (IST)
ind-vs-jpn-t20i-live-streaming-how-to-watch-india-vs-japan-match-tv-channels-mobile-app-squad-match-time
IND vs JPN T20I Live Streaming

IND vs JPN T20I Live Streaming: ભારત અને જાપાન વચ્ચેના રાજદ્વારી સંબંધોની 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે બંને દેશોની ક્રિકેટ ટીમો વચ્ચે 22 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત T20 ઈન્ટરનેશનલ મેચ રમાવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં ભારત અને જાપાનની ટીમ પહેલીવાર આમને-સામને ટકરાશે.

PM મોદી અને જાપાની PM વચ્ચેની શિખર વાતચીત

આ ખાસ પહેલ 'Sport 75' ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન સનાએ તકાઈચી વચ્ચે યોજાયેલી શિખર વાર્તા દરમિયાન થયેલા કરાર બાદ શરૂ થઈ છે. ભારતીય ક્રિકેટ ટીમ આ મેચને આગામી એશિયન ગેમ્સમાં યોજાનારા મુકાબલા પહેલા વોર્મઅપ મેચ તરીકે જોઈ રહી છે.

 

 

IND vs JPN T20I: મેચ ક્યારે રમાશે?

ભારત અને જાપાન વચ્ચેનો આ મુકાબલો 22 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ભારતીય સમય અનુસાર સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

IND vs JPN T20I: મુકાબલો ક્યાં રમાશે?

ભારત અને જાપાન વચ્ચેનો આ મુકાબલો તોચિગી પ્રાંતના સાનો ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે.

IND vs JPN T20I: લાઈવ મેચ ક્યાં જોવી?

  • ટેલિવિઝન પર પ્રસારણ: આ મેચનું લાઈવ પ્રસારણ ટીવી પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક (Sony Sports Network) પર જોઈ શકાશે.
  • મોબાઈલ લાઈવ સ્ટ્રીમિંગ: મોબાઈલ પર ફેનકોડ (FanCode) એપ પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ઉપલબ્ધ રહેશે.

IND vs JPN T20I: બંને ટીમની સ્કવોર્ડ

ભારતીય સ્ક્વોડ (Indian Cricket Team): શ્રેયસ અય્યર (કેપ્ટન), સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, તિલક વર્મા, વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વિપરાજ નિગમ, રવિ બિશ્નોઈ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, યશ ઠાકુર.

જાપાન સ્ક્વોડ (Japanese Cricket Team): કેન્ડલ ફ્લેમિંગ (કેપ્ટન), એલેસ્ટર ફ્લેમિંગ, કોહેઈ કુબોટા, ડેક્લાન સુઝુકી, ત્સુયોશી તાકાડા, માકોટો તાનિયામા, લાચલન યામામોટો લેક, બેન્જામિન ઈટો ડેવિસ, જેક કુસુડા નેર્ન, રિયો સકુરાનો થૉમસ, ઈબ્રાહિમ તાકાહાશી, શોમા સ્લેટર, વાતરુમિયાઉચી, શિરાઈ પેટમોર (વિકેટકીપર), ચાર્લી હારા હિંજેવ.