IND vs ENG: હૈદરાબાદ ટેસ્ટમાં અક્ષર અને કુલદીપમાંથી કોણ રમશે? રોહિત શર્માએ વાતવાતમાં જણાવ્યું

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Wed, 24 Jan 2024 06:20 PM (IST)Updated: Wed, 24 Jan 2024 06:20 PM (IST)
ind-vs-eng-who-will-play-between-akshar-and-kuldeep-in-hyderabad-test-rohit-sharma-said-in-the-conversation

IND vs ENG: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે સ્વીકાર્યું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ શરુઆતની ટેસ્ટ માટે ત્રીજા સ્પિનર તરીકે અક્ષર પટેલ અને કુલદીપ યાદવ વચ્ચે એકની પસંદગી કરવાને લઈને ટીમ સિલેક્શનની સામે ઘણી જ મુશ્કેલી હતી, પરંતુ તેમણે સંકેત આપ્યો કે બની શકે છે કે અક્ષર બાજી મારી લેશે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ હૈદરાબાદમાં ગુરુવારથી શરુ થઈ રહેલી પહેલી ટેસ્ટ માટે રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજા પછી ભારતે ત્રીજા સ્પિનરની પસંદગી કરવાની છે.

રોહિતે મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- વિકેટ પર બાઉન્સ છે કે નથી, કુલદીપ આ પ્રકારની પરિસ્થિતિમાં ઘણો જ મહત્વનો રહે છે કેમકે તેની પાસે ઘણું જ વેરિએશન છે. તે હવે ઘણો જ પરિપક્વ બોલર બની ગયો છે. તે અશ્વિન અને જાડેજાના કારણે ભારતમાં વધુ ટેસ્ટ ક્રિકેટ નથી રમી શક્યો. અમે પહેલા પણ જોયું છે કે અમારા બેટ્સમેન મધ્યક્રમમાં ઘણાં બેટરને ઘણે મોડેથી તક મળી. તેમણે કહ્યું- પરંતુ આ જ સત્ય છે અને તમે તેણે છુપાવી ન શકો.

જો કે રોહિતે મેચ માટે અંતિમ ટીમ અંગે નથી જણાવ્યું પરંતુ સંકેત આપ્યા કે અક્ષર પટેલ પ્લેઈંગ 11માં હોઈ શકે છે. તેમણે લેફ્ટ આર્મ સ્પિનરની ઓલરાઉન્ડ તરીકેની ઉપયોગિતા જણાવી અને ટીમ મેનેજમેન્ટ આ ટેસ્ટ માટે તેણે મહત્વ આપી શકે છે. રોહિતે કહ્યું- અક્ષરની ઓલ રાઉન્ડરની ક્ષમતામાં અમને એક બેટર પણ મળે છે. તેમણે ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રકારની પરિસ્થિતિઓમાં રમતા જે નિરંતરતા દેખાડી છે, તે પણ અમારા માટે એક મહત્વનું કારણ છે. તેમણે કહ્યું- પરંતુ આ બંનેમાંથી એક પર નિર્ણય લેવો ઘણું જ મુશ્કેલ હતું પરંતુ હું નહીં જણાવું કે કોની પસંદગી થઈ છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.