IND vs ENG: રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ભારતીય ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ રહી છે. ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ભારત માટે સારી બોલિંગ કરી હતી. મેચમાં વરુણે પોતાનો પંજો ખોલ્યો હતો. રાજકોટમાં વરુણે 4 ઓવર ફેંકી અને 24 રન આપીને 6ની ઈકોનોમી સાથે 5 વિકેટ લીધી.
વરુણ વાપસી બાદ છવાયો
જ્યારથી વરુણ ચક્રવર્તીએ T20 ઈન્ટરનેશનલમાં પુનરાગમન કર્યું છે, ત્યારથી તે પ્રભાવશાળી રહ્યો છે. તેણે 10 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 10.96ની એવરેજ અને 7.40ની ઈકોનોમીથી 27 વિકેટ લીધી છે. આ દરમિયાન વરુણે બે વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી છે. 5/24 T20 ઈન્ટરનેશનલમાં વરુણ ચક્રવર્તી બીજા નંબરનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન ધરાવે છે.
5⃣-wicket haul for Varun Chakaravarthy! ? ?
— BCCI (@BCCI) January 28, 2025
His 2⃣nd in T20Is ? ?
He has been on an absolute roll ? ?
Updates ▶️ https://t.co/amaTrbtzzJ#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/j1Jd8k1jdj
T20Iમાં ભારતીય સ્પિનરોના બોલિંગના આંકડા
- 6/25 - યુજવેન્દ્ર ચહલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2017
- 5/17 - કુલદીપ યાદવ વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2023
- 5/17 - વરુણ ચક્રવર્તી વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, 2024
- 5/24 - કુલદીપ યાદવ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2018
- 5/24 - વરુણ ચક્રવર્તી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, 2024 (આજે)
સીરીઝમાં અત્યાર સુધીમાં વરુણનું પ્રદર્શન
ઈંગ્લેન્ડ સામેની ટી20 શ્રેણીમાં વરુણનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. પ્રથમ ટી20માં તેણે 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. ચેન્નાઈમાં રમાયેલી બીજી T20માં વરુણે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. આ મેચમાં તેને બે સફળતા મળી હતી.
વરુણ ચક્રવર્તી T20 ઈન્ટરનેશનલ ઈતિહાસમાં એક કરતા વધુ વખત પાંચ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બન્યો છે. એટલું જ નહીં, વરુણ ચક્રવર્તી ભારતમાં તેમજ ભારતની બહાર T20Iમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
5⃣-wicket haul for Varun Chakaravarthy! ? ?
— BCCI (@BCCI) January 28, 2025
His 2⃣nd in T20Is ? ?
He has been on an absolute roll ? ?
Updates ▶️ https://t.co/amaTrbtzzJ#TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/j1Jd8k1jdj
T20Iમાં ભારતના ફાઈફર
- 2 - વરુણ ચક્રવર્તી વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ
- 2 - કુલદીપ યાદવ વિરુદ્ધ ઈંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા
- 2 - ભુવનેશ્વર કુમાર વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન
- 1 - યુજવેન્દ્ર ચહલ વિરુદ્ધ ઈંગ્લેન્ડ
- 1 - દીપક ચહર વિરૂદ્ધ બાંગ્લાદેશ
T20Iમાં સતત 10 ઈનિંગમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર
- 27 વિકેટઃ વરુણ ચક્રવર્તી
- 26 વિકેટઃ અજંતા મેન્ડિસ
- 25 વિકેટ: કુલદીપ યાદવ
દ્વિપક્ષીય T20I સીરીઝમાં સૌથી વધુ વિકેટ (ભારત)
- વરુણ ચક્રવર્તી - 12 વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા 2024 (અવે)
- વરુણ ચક્રવર્તી - 10 વિરુદ્ધ ઈંગ્લેન્ડ 2025 (હોમ)
- રવિચંદ્રન અશ્વિન - 9 વિરુદ્ધ શ્રીલંકા, 2016 (હોમ)
- રવિ બિશ્નોઈ - 9 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, 2023 (હોમ)
ઇંગ્લેન્ડ સામે T20Iમાં શ્રેષ્ઠ બોલિંગ (ભારત)
- 6/25- યુજવેન્દ્ર ચહલ
- 5/24- કુલદીપ યાદવ
- 5/24 - વરુણ ચક્રવર્તી
- 4/12 - હરભજન સિંહ
રાજકોટમાં મેન્સ ટી20માં સર્વશ્રેષ્ઠ બોલિંગ
- 6/20 - વેંકટેશ ઐયર વિરૂદ્ધ રાજસ્થાન, 2022
- 5/17 - એન્ડ્રુ ટાય વિરૂદ્ધ રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ, 2017
- 5/24 - વરુણ ચક્રવર્તી વિરુદ્ધ ઈંગ્લેન્ડ, આજે
